મોરબી : જાંબુડિયા નજીકથી જુગાર રમતા 6 શકુનીઓ ઝડપાયા

- text


મોરબી : મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી તેમજ ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એમ.વી. પટેલની ટીમના મહિપતસિંહ જાડેજા, દિનેશભાઈ બાવળિયા, જુવાનસિંહ ઝાલા, અમિતભાઈ વાંસદડિયા, હિતેશભાઈ ચાવડા, ચંદ્રસિંહ પઢીયાર, ભરતદાન દેથા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડિયા ગામે કોમેટ સિરામિક નજીક જાહેરમાં જુગારની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા હતા.

- text

મોરબી તાલુકા મથકની ટીમના પેટ્રોલિંગ દરમ્યાન મળેલી હકીકતને આધારે જાંબુડિયા ગામે કૉમેટ સીરામીક નજીક જાહેરમાં ગંજી પત્તાનો જુગાર રમતા
નવીનકુમાર પ્રભાકર આચાર્ય, રામચંદ્ર શંકરદાસ ધાગ, વિનોદકુમાર શીશરામ શર્મા, ગણેશ ભાગ્ય કુથે, પ્રવીણકુમાર ઉમેદસિંહ અહેલાવત, રામપ્રસાદ કિશનભાઈ ચૌધરી, એમ છ જુગારીઓને ઝડપી પાડી રોકડ રકમ 38,800 રૂપિયા ઝપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text