મોરબી જિલ્લામાં પુરના પાણી ઘુસ્તા અનેક સરકારી શાળાઓમાં તારાજી

કિંમતી વસ્તુઓ, સાહિત્ય પાણીમાં ગરકાવ

મોરબી : તા.10.8.19 ના રોજ મોરબી જિલ્લામાં થયેલ અતિ ભારે વરસાદના કારણે ઠેર ઠેર ઘરો અને દુકાનોમાં પાણી ઘુસી જતા કરોડોની નુકશાની થવાનો અંદાજ છે. ત્યારે મોરબી જિલ્લાની અનેક ગ્રામ્ય વિસ્તારોની સરકારી શાળાઓમાં પાણી ઘુસી જવાના કારણે શાળાઓમાં ભારે નુકશાની થયાનું બહાર આવ્યું છે.

જેમાં શ્રી માધાપરવાડી કુમાર અને કન્યા શાળા, શ્રી મેઘાણીવળી પ્રાથમિક શાળા, શ્રી રાજપર તાલુકા શાળા વગેરે શાળાઓમાં ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ જવાના કારણે ઓફીસ કમ્યુટર, પ્રિન્ટર, પાણીની મોટર,અગત્યનું સાહિત્ય જેમ કે હિસાબી રોજમેળ, બાળકોની પરીક્ષાના પેપરો,કુલર,વળી, આગલા દિવસે વરસાદ આવતો હોય,બાળકો પોતાના દફતર, સ્કૂલબેગ શાળાએ રાખીને ગયેલ હોય તમામ બાળકોના પાઠ્યપુસ્તકો પણ પલળી ગયા હોય, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મયુર એસ.પારેખે તાત્કાલીક તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓને સુચના આપી થયેલ નુકસાન માહિતી એકત્ર કરી રાજયકક્ષાએ મોકલેલ છે.