ટંકારા પોલીસ ઉપર હુમલો કરનાર બે ઝડપાયા : અન્ય આરોપીઓની શોધખોળ

પોલીસે કુલ 7 તેમજ અન્ય અજાણ્યા ત્રણ- ચાર શખ્સો સામે નોંધી છે ફરિયાદ : પકડાયેલા બન્ને આરોપીઓના નામ અગાઉ પ્રોહીબિશનના કેસમાં પોલીસના ચોપડે ચડી ચુક્યા છે

ટંકારા : ટંકારાના પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પર જોધપર ઝાલા ગામે બુટલેગરોએ સામુહિક હુમલો કરી દેતા 4 પોલીસકર્મીઓ સહિત 6 લોકો ઘવાયા હતા. આ બનાવ બાદ પોલીસે 7 શખ્સો સામે ગુનો દાખલ કરીને બે શખ્સોને પકડી પાડ્યા છે. જ્યારે અન્ય પાંચ શખ્સોને પકડવા માટે પોલીસે શોધખોળ ચલાવી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા પોલીસ સ્ટાફને જયપાલસિંહ ઝાલાએ જીવણ નામના શખ્સના ઘરે દારૂ સંતાડયો હોવાની બાતમી મળતા તેઓએ દરોડો પાડ્યો હતો. પોલીસે જયપાલસિંહના ઘરમાં તપાસ શરૂ કરતા જ આશરે 30 શખ્સોનું ટોળું ઘસી આવ્યું હતું.જેણે પોલીસ પાર્ટી પર હુમલો કરી દીધો હતો. હુમલો થતા મામલો તંગ બની ગયો હતો. આ બનાવને લઈને પોલીસે કંટ્રોલ રૂમમાં જાણ કરતા ટંકારા તથા મોરબી જિલ્લા પોલીસ ઘટના સ્થળે ઘસી ગઈ હતી. વધારાની પોલીસ પહોંચે તે પહેલા ટોળાએ ચાર પોલીસમેનને બેફામ માર માર્યો હતો. હુમલામાં અન્ય બે વ્યક્તિઓને પણ ઇજા પહોંચી હતી. તમામને રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ડી.વાય.એસ.પી, એલસીબી. એસઓજીનો સ્ટાફ ગામમાં ઘસી ગયો હતો અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ બનાવ બાદ પોલીસે હુમલો કરનાર જયપાલસિંહ પ્રવિણસિંહ ઝાલા, પ્રદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા, કુલદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા, શક્તિસિંહ હરદેવસિંહ ઝાલા, જસમત સોઢાભાઈ કોળી, અમૃત ઉર્ફે અમરુ જીવણ કોળી, જયપાસિંહના માતા સહીત ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જીવણ કોળીના ઘેર રાખેલ દારૂના જથ્થાની તપાસ દરમિયાન જયપાલસિંહ અને પ્રદીપસિંહની આગેવાનીમાં લાકડી, ધોકા, પાઇપ અને પથ્થરોથી આ હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

હાલ ટંકારા પોલીસે હુમલો કરનાર 7 તેમજ અન્ય અજાણ્યા ત્રણ – ચાર શખ્સોમાંથી જયપાલસિંહ પ્રવિણસિંહ ઝાલા અને પ્રદીપસિંહ પ્રવિણસિંહ ઝાલાને પકડી પાડ્યા છે. જ્યારે અન્ય આરોપીને પકડી પાડવા શોધખોળ ચલાવવામાં આવી છે. આ કામના આરોપી જયપાલસિંહ અગાઉ ટંકારા પોલીસ મથકમાં પ્રોહિબીશનના ગુનામાં પકડાયેલા છે. તેમજ કુલદીપસિંહ પણ મોરબી સિટી એ ડિવિઝનમા પ્રોહીબિશનના ગુનામાં પકડાઈ ચુક્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne