મોરબી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાર્યકર્તા શિબિરનું આયોજન

મોરબી : સમગ્ર રાજપૂત સમાજના ઉત્કર્ષ માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા અનેકવિધ સમાજ ઉપીયોગી કાર્યો કરવામાં આવે છે. આ બધા કાર્યોનું આયોજન પૂર્વક અમલીકરણ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન કરાયેલા બધા કાર્યોની સમીક્ષા કરવા અને નવા વર્ષના કાર્યોના આયોજન માટે દર વર્ષે પ્રદેશ તેમજ જિલ્લા કક્ષાએ કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવે છે.

આ હેતુ અંતર્ગત તારીખ 14/07/2019ને રવિવારે નવલખી રોડ પર જેપુર સ્થિત ત્રી મંદિર ખાતે મોરબી જિલ્લા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં સામાજિક ઉતકર્ષમાં રસ ધરાવતા સમાજના દરેક ભાઈઓ, બહેનોને પધારવા હાર્દિક આમંત્રણ આયોજકો તરફથી પાઠવવામાં આવ્યું છે. જેની રજીસ્ટ્રેશન ફી 50 રૂપિયા રાખવામાં આવી છે. સવારે 09:30 કલાકથી શરૂ થનારા કાર્યક્રમમાં સવારે ચા-પાણીથી લઈને શરૂ કરેલા કાર્યક્રમ દરમિયાન બપોરે ભોજન સહિત ગત વર્ષના કરેલા કાર્યક્રમોની સમીક્ષા, સમાજ ઉત્કર્ષના કાર્યોની માહિતી, આગામી વર્ષના કાર્યક્રમોની ચર્ચા, સમાધાન પંચની રચના, તલવારબાજી, રાજપૂત સમાજની વર્તમાન સ્થિતિ, સંગઠનમાં નવી નિમણુંકો અને ફેરફાર, ખુલ્લી ચર્ચા સહિતના વિવિધ સેશન રાખવામાં આવ્યા છે. જે સાંજે 04:45 સુધી ચાલશે.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડૉ. જ્યેન્દ્રસિંહ જાડેજા (મેનેજીંગ ટ્રસ્ટી, અ. ગુ.રા.યુવા.સંઘ), પી.ટી.જાડેજા (અધ્યક્ષ, વર્લ્ડ રાજપૂત ઓર્ગેનાઇઝેશન), રુદ્રદતસિંહ વાઘેલા (કા. વ. અધ્યક્ષ અ.ગુ.રા.યુવા સંઘ), મહેન્દ્રસિંહજી પરમાર (કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ), મહેન્દ્રસિંહજી સોઢા (પ્રદેશ ઉપાધ્યક્ષ) સહિત દશરથબા મહેન્દ્રસિંહ પરમાર (પ્રદેશ અધ્યક્ષ, મહિલા સંઘ) તેમજ શારદાબા ભરતસિંહ જાડેજા (અધ્યક્ષ અમદાવાદ મહિલા સંઘ)ની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne