મોરબી : વિધાર્થીઓના હિતમાં શાળાઓનો સમય સવારનો કરવાની જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની માંગ

- text


જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને શાળાના સમયમાં ફેરફાર કરવાની રજુઆત કરાઈ

મોરબી : મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓને ભણવાનો સમય બપોરની રાખવામાં આવ્યો છે.પણ હાલ ચોમાસાની સીઝનમાં વરસાદ ન પડ્યો હોય અને અસહ્ય બફારો અને ઉકળાટ થવાથી વિધાર્થીઓને બપોરની પાળીમાં ભણવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે.આથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે આ બાબતે વિધાર્થીઓની ખેવના કરીને તેમના હિતમાં સરકારી પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરીને સવારનો રાખવાની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરી છે.
મોરબીની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં પહેલી જુલાઈથી સરકારી પ્રાથમિક શાળાઓનો સમય બપોરનો કરવામાં આવ્યો છે.પણ હાલ જિલ્લામાં ક્યાંય પણ નોંધપાત્ર વરસાદ થયેલ ન હોય અસહ્ય ઉકળાટ,38 ડીગ્રી જેટલા તાપમાનમાં નાના ભૂલકાઓને ભણવું પડે છે જેના કારણે ખુબજ તકલીફ પડે છે,શાળાઓમાં પાણીની ખૂબ જ તંગી પડતી હોય, મધ્યાહ્નન ભોજનનો સમય બળબળતા બપોરે બે વાગ્યાનો હોય, બાળકોને જમાડવા માટે મોટા શેડની વ્યવસ્થાઓ શાળામાં ન હોવાથી ખુલ્લામાં,તડકામાં બાળકોને જમાડવા પડે છે,આવી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય જ્યાં સુધી મોરબી જિલ્લામાં સંતોષકારક વરસાદ ન થાય ત્યાં સુધી શાળાઓનો સમય સવારનો કરવા માટે શિક્ષકો,વાલીઓ,ઘટક સંઘોની રજુઆત આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ડી.પી.ઈ. ઓ. સમક્ષ દિનેશભાઈ વડસોલા,દિનેશભાઈ હુંબલ,ઘનશ્યામભાઈ દેથરીયા વગેરેએ રજૂઆત કરતા જણાવ્યું કે કચ્છ,મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા વગેરે જિલ્લામાં સવારની પાળી કરી હોય,મોરબી જિલ્લામાં પણ બાળકોના હિતમાં શાળાઓનો સમય ફેરફાર કરવાનું જણાવીને શાળાનો સમય બપોરનો કરવાની માંગ કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text