મોરબી : કારખાનાની ઓરડીમાં પરિણીતાનો અગમ્ય કારણોસર આપઘાત

મોરબી : મોરબી-વાંકાનેર હાઇવે પરના જાંબુડિયા ગામ પાસેની સીરામીક ફેક્ટરીની ઓરડીમાં ગઈકાલે એક પરિણીતાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસ તંત્રએ આ બનાવની નોંધ કરીને પોતાના ચક્રો ગતિમાન કાર્ય છે.

બનાવની વધુ વિગત મુજબ જાંબુડિયા ગામ પાસે આવેલી લેટિના સીરામીક નામની ફેક્ટરીની ઓરડીમાં રહેતા અને મજૂરીકામ કરતા સુનિલભાઈ બિલવાના પત્ની અંકિતાબેન(ઉ.વ. 20)એ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ આદરી હતી. મૃતક પરિણીતાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ દરમિયાન મળતી વધુ માહિતી મુજબ મૃતક પરિણીતાનો લગ્નગાળો માત્ર 3 જ મહિનાનો હતો, આથી ડીવાયએસપી દ્વારા આ બનાવની તપાસ કરવામાં આવી રહી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne