પ્રદુષણ ઓકતા મોરબીના 377 એકમો સામે થઈ છે ફરિયાદ

મુંદ્રા રાજ્યનું સૌથી પ્રદુષિત શહેર : પ્રદુષણ મામલે ગુજરાતના કુલ 2696 એકમો સામે ફરિયાદ : રાજ્યના પર્યાવરણ મંત્રીએ વિધાનસભા ગૃહમાં આપી માહિતી

મોરબી : ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 2696 એકમો સામે પ્રદુષણ ફેલાવવા સંદર્ભેની ફરિયાદો થઈ છે. ઔદ્યોગિક એકમો સામે પ્રદુષણ ફેલવવાની ફરિયાદ બાદ કસુરવાર એકમો સામે ભુલ બદલ કારણદર્શક નોટિસ, નોટિસ ઓફ ડાયરેક્શનઅને કલોઝર હુકમ સુધીના વખતો વખત પગલા લેવાયા છે તેમ રાજ્યના પર્યાવરણ મંત્રીએ મંગળવારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું છે.

સૌથી વધુ મોરબીના 377 એકમો સામે ફરિયાદો થઈ છે. મોરબીના 377 એકમો સામે 181 ફરિયાદો નોંધાઈ છે. બીજા નંબરે સુરત જિલ્લાના 285 એકમો સામે 245 ફરિયાદો થઈ છે. એકના એક એકમ સામે પણ વારંવાર ફરિયાદો થઈ છે. ત્રીજા નંબરે અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લાના 232 એકમો સામે 193 ફરિયાદો સરકારને મળી હતી.

ભારતના સૌથી વધુ જોખમી પ્રદુષિત 6 ક્ષેત્રોમાં ગુજરાતના મુંદ્રા વિસ્તારનો સમાવેશ થયો છે. ફેબ્રુઆરી 2018થી મે 2019ની વચ્ચે સેટેલાઈટ ડેટાને આધારે ડચ કોપરનિક્સ સેન્ટિનેલ દ્વારા ભારતમાં કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ અને ઔદ્યોગિક ક્લસ્ટર્સની પર્યાવરણિય અસરો અંગે વિષ્લેષણ કરવામાં આવ્યુ હતુ. જેના સંસોધનમાં ભારતમાં 6 જેટલા ક્ષેત્રોમાં અકાળે મૃત્યુનું જોખમ વધારતા સૌથી ખરાબ નાઈટ્રોજન ઓક્સાઈડ્સનું પ્રમાણ ભયજનક હોવાનું તારણ નિકળ્યુ છે.

ઉપરોક્ત સંસોધન અહેવાલમાં ભારતમાં સૌથી ખરાબ નાઈટ્રોજન ઓક્સાઈડ્સ હોટસ્પોટ તરીકે મધ્યપ્રદેશ- ઉત્તરપ્રદેશના સોનભદ્ર- સિંગારાઉલી, છત્તીગઢમાં કોર્બા, ઓડિશામાં તાલચર, મહારાષ્ટ્રમાં ચંદ્રપુર, ગુજરાતમાં મુન્દ્રા અને પશ્ચિમ બંગાળના દુર્ગાપુરની ઓળખ કરવામાં આવી છે. આ તમામ ક્ષેત્રોની હવામાં ભારે પ્રદુષણ હોવાનું કહેવાયુ છે. 7 કિલોમીટરના અંતરેથી પ્રદુષણના માનાંકોનું પૃથ્થકરણ કરતા સંસાધનો દ્વારા લેવાયેલી સેટેલાઈટ ઈમેજને આધારે અગાઉ ભારતના દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકત્તા, હૈદરાબાદ જેવા શહેરોમાં વધતી ગરમી સંદર્ભે પણ અહેવાલ તૈયાર કરવામાં આવ્યા છે.

જ્યાં ઔદ્યોગિક પ્રવૃતિ, કોલસા આધારિત વિજ ઉત્પાદન મથકો કાર્યરત છે જેવા ક્ષેત્રોમાં થયેલા અભ્યાસમાં ગુજરાતના મુંદ્રા સહિત દેશના છ ક્ષેત્રોમાં ઝેરી વાયુ ઉત્સર્જનનું પ્રમાણ ભયજનક હોવાનું કહેવાયુ છે. જે ભારતમાં પ્રત્યેક વર્ષે અકાળ મૃત્યુના પ્રમાણને વધારી રહ્યુ છે. હવાના પ્રદુષણને કારણે વર્ષ 2017માં વિશ્વભરમાં 3.4 મિલિયન લોકોનું મૃત્યુ થયુ હતુ. જેમાં ભારતમાં 1.2 મિલિયનથી વધુ લોકો પણ મૃત્યુ પામ્યા હતા. કચ્છના દરિયાકાંઠે પોર્ટ- ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીથી ધમધમતા મુંદ્રા ક્ષેત્રમાં વાયુ પ્રદુષણને કારણે આવા જોખમનો ઉમેરો
થયો છે.

વધતા વાયુ પ્રદુષણને અટકાવવા ગ્રીનપિસ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં કહેવાયુ છે કે, કોલસા આધારિત ભારતના વીજ ઉત્પાદન એકમોને ઉત્સર્જનની ગંભીરતાને ધ્યાને રાખીને વર્ષ 2015માં તાકીદ કરવામાં આવી હતી. શ્વસનતંત્રને ઢિલુ પાડતા પ્રદુષણને રોકવા સરકારે વર્ષ 2020 સુધીમાં ઓટો ઈંધણ માટે બીએસ-પાંચના સ્ટાન્ડર્ડને લાગુ કરવા કરેલો નિર્ણય મદદરૂપ થશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne