વાંકાનેર : જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા

- text


વાંકાનેર : જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડી રોકડ રકમ સહિત ચાર મોબાઈલ અને બે મોટરસાયકલ મળી કુલ 53100નો મુદ્દામાલ કબજે કર્યો છે.

- text

પ્રો.પો.સબ.ઇન્સ.પી.સી.મોલિયા, એ.એસ.આઈ. એ.આર.પટેલ, પો.કોન્સ. અરવિંદભાઈ ઓળકીયા, પો.કોન્સ.વિજયભાઈ ડાંગર, પો.કોન્સ.સહદેવસિંહ રાઠોડ, પો.કોન્સ. કૃષ્ણરાજસિંહ ઝાલા અને પો.કોન્સ. શૈલેષભાઇ સોલંકી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમ્યાન વાંકાનેર-મોરબી નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર હસનપર ગામના રેલ્વેના ઓવરબ્રિજ પાસે જાહેરમાં ગંજીપત્તાં વડે તીનપત્તિનો હારજીતનો રોકડ રકમનો જુગાર રમી રહેલા દેવશી ગોવિંદભાઇ વોરા ઉં.વ. 40 રહે. રાતીદેવડી, તા. વાંકાનેર, શની છેલાભાઈ સરૈયા ઉં.વ.27, ગેલાભાઈ આંબાભાઈ બાંભવા ઉં.વ.52, નૈનેશ હરજીવન મોરી ઉં.વ.26 રહે. બધા હસનપર તા.વાંકાનેર વાળાઓને રોકડ રકમ રૂપિયા 11500 તથા 4 મોબાઈલ ફોન કિંમત 4550 અને 2 મોટરસાયકલ કિંમત રૂપિયા 40000 આમ કુલ મળી 53100 રૂપિયાના મુદ્દામાલ સાથે અટક કરી જુગાર ધારાની કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text