હળવદના નકલંકધામ ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણી

- text


ભકિત, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમમાં બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા ઉમટયા ઃ દિવ્ય અને અલોકિક પ્રસંગનું પુલકિત વાતાવરણ સર્જાયું : હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લઈ પૂ.બાપુ પાસે આર્શિવચન મેળવ્યા

ધાર્મિક પર્વ અને સંસ્કૃતિનું મહત્વ અકબંધ રીતે જાવા મળે છે જેમાં અષાઢી બીજના બારબીજના ધણી તરીકે પુજાતા રામદેવજી મહારાજ અને નેતલદેવ સજાડે નકલંકધામ ખાતે બિરાજમાન છે. હળવદના શકિતનગર પાસે આવેલ મંદિરમાં અષાઢી બીજ નિમિતે ધ્વજારોહણ પુજન, હવન, સંતવાણી, ૧૦૮ દિવડાઓની મહાઆરતી અને ખાસ કરીને પાઠનું વિશેષ મહત્વ હોય છે ત્યારે આજરોજ નકલંધામ ખાતે આજે અષાઢી બીજના પાવન દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનું ધોડાપુર ઉમટી પડયું હતું. જયારે અષાઢી બીજના પવિત્ર પ્રસંગે આજે રાજયના જુદાજુદા વિસ્તારમાંથી આવતા શ્રધ્ધાળુઓએ શ્રી નકલંક ગુરૂધામ ખાતે બિરાજતા રામદેવજી મહારાજના દર્શનનો લાભ લીધો હતો.હળવદ હાઈવે પર આવેલ નકલંકધામ ખાતે અષાઢી બીજ નિમિતે રામદેવજી મહારાજના દર્શનાર્થે હજારોની સંખ્યામાં દુરદુરથી શ્રધ્ધાળુઓ પગપાળા તેમજ વાહનો મારફતે આવી દર્શનનો લ્હાવો મેળવી ધન્યતા અનુભવી હતી. ત્યારે નકલંકધામ મંદિરના મહંત પૂ. દલસુખ બાપુએ હળવદ બ્રેકીંગ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, નકલંકધામ ખાતે ભાવિક ભકતો માટે મહાપ્રસાદથી લઈ ચા-પાણી સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ છે. ઉપરાંત નકલંક ગુરૂધામ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં રામદેવજી મહારાજના ભકતોએ લાભ લીધો હતો. તો સાથે જ રામદેવજી પાઠ, રાત્રીના ભવ્ય સંતવાણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન પણ નકલંક ગુરૂધામ ખાતે કરાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text