મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં એન્ટી ડ્રગ્સ ડે ઉજવાયો

મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદીરમા મોરબી જીલ્લા પોલીસ વિભાગ(SOG ગ્રુપ)દ્વારા એન્ટી ડ્રગ ડે વિશે સેમીનાર યોજાયો હતો. આ સેમિનારમાં પી.આઈ. એસ.એન.સાટી અને પી.આઈ. જેમ.એમ.આલે વિદ્યાર્થીઓને એન્ટી ડ્રગ વિશે માહિતી આપી જાગૃત કર્યા હતા. આ તકે એસઓજીનો અન્ય સ્ટાફ પણ હાજર રહ્યો હતો.