નાના ભેલા ગામે વરસાદ સાથે તેજ પવનથી પતરા ઉડયા

- text


પવનના લીધે મકાનના પતરાઓ ઉડ્યા : વૃક્ષો ધરાશાયી થયા

માળીયા : મોરબીના માળીયા-મિયાણાના નાના ભેલા ગામે ગઈ કાલે સાંજે વરસાદી ઝાપટું આવ્યું હતું. આ ઝાપટા દરમિયાન પવનના વેગને લીધે છાપરાના પતરાઓ તથા વૃક્ષો ઝપટમાં આવી ગયા હતા.

- text

માળિયા-મીયાણા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગઈ કાલે મોડી સાંજે સીઝનના પહેલા વરસાદના શ્રીગણેશ થયા વરસાદની ખુશી સાથેસાથે માળિયાના નાનાભેલા ગામે મીની વાવાઝોડાએ અને છાપરાના પતરાઓ, દિવાલ તથા અસંખ્ય વૃક્ષોને પોતાની ઝપટમાં લેતા ખાનાખરાબી થઇ હોવાનું જાણવા મળ્યું છે. નાનાભેલા ગામના સરપંચ લાલજીભાઈ ચાવડાએ જણાવ્યુ હતુ કે મોડી સાંજે અચાનક ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. જેમા ગામની પ્રાથમિક શાળાના મેઇન ગેઇટ અને ગામમાં બે જગ્યાએ દિવાલ ધરાશાયી થઈ હતી અને અનેક મકાનના નળિયાં અને પતરા ઉડી ગયા હતા. ગામમાં ઘટાદાર વૃક્ષો વધુ હોવાથી અનેક વૃક્ષો ની ડાળીઓ ભાંગી જવા પામીહતી, જેની જાણ ગામના તલાટી કમ મંત્રીને કરવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text