ટંકારા : અણઘડ આયોજનના કારણે ખરીફ કૃષિ મહોત્સવનો ફિયાસકો

- text


ખેડૂત નેતા, ધારાસભ્ય કે પદાધિકારીઓની ગેરહાજરીમાં નીરસ મહોત્સવ

ટંકારા : ટંકારા ખાતે ખરીફ કૃષિ મહોત્સવના મોટા ઉપાડે કરવામાં આવેલ આયોજનનો અણઘડ વ્યવસ્થાને કારણે ફિયાસકો થયો હતો. ખરીફ કૃષિ મહોત્સવના આયોજનમાં ખેડુતોને માહિતી આપવા માટે સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા પણ સ્ટોલમાં માહિતી વિષયક સાહિત્ય, પેમ્પ્લેટ, ચોપાનિયા જ ઉપલબદ્ધ ન હોવાથી મૌખિક માહિતીથી જ ખેડૂતોએ સંતોષ માનવો પડ્યો હતો. નીરસ ભાષણો સાંભળીને ખેડૂતોએ ધરમ ધક્કો થયો હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો.

અપૂરતી બેઠક વ્યવસ્થાને કારણે ખેડુતોએ જાતે ખુરશી ઉપાડી અને બેઠક વ્યવસ્થા કરવી પડી હતી. કૃષિ મહોત્સવમાં ખેડૂતોના હિતરક્ષક હોવાનો દાવો કરતા કોંગ્રેસના એક પણ નેતા હાજર રહ્યા ન હતા. ધારાસભ્ય સહિતના નેતાઓને આમંત્રણ અપાયું હતું કે કેમ એ બાબતે પણ અસમંજસ પ્રવર્તતી હતી. કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરનું સુફીયાણું ભાષણ ખેડૂતોને મહા બોરિંગ લાગ્યું હતું.

- text

ટંકારાના ખાનગી કોટન ઈન્ડસ્ટ્રીઝનાં પટાંગણમાં આયોજિત ખરીફ કૃષિ મહોત્સવની અણઘડ વ્યવસ્થા અંગે કૃષિ યુનિવર્સીટીના જવાબદાર અધિકારીઓ સામે અનેક સવાલો ઉપસ્થિત થયા છે. આ બાબતની ફરિયાદ ખેતી ખાતાના સોજીત્રાને કરતા એમણે લાગતા વળગતા જવાબદારોને નોટિસ આપવાની વાત કરીને હાથ ખંખેરી નાંખ્યા હતા.

ઉલ્લેખનિય છે કે ટંકારા તાલુકા પંચાયતમાં આખી બોડી કોંગ્રેસની છે. જીલ્લા પંચાયતના 3 સભ્યો, કહેવાતા ખેડુત નેતા અને ધારાસભ્ય પણ કોંગ્રેસના હોવા છતાં એમાંથી એક પણ પદાધિકારી કેમ ન ફરકયા કે પછી આમંત્રણ જ નહોતુ પાઠવ્યું એવી ચર્ચાએ ખેડૂતોમાં જોર પકડ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text