મોરબીના ઉદ્યોગપતિઓએ હેલ્થ અવેરનેસ માટે સાયકલ યાત્રા યોજી

મોરબી : મોરબીમાં આજે હેલ્થ અવેરનેસ માટે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગપતિઓ હોંશભેર જોડાઈને સાયકલિંગ કર્યું હતું.

મોરબીના નગરજનો હેલ્થ અને પયાઁવરણ અંગે જાગૃત થાય તેવા આશયથી આજે રવિવારે સવારે ૬:૩૦ વાગે સાયક્લીંગ ગુૃપ દ્વારા બાપા સીતારામ ચોક, રવાપર રોડ , નરસંગ ટેકરી મંદિરની બાજુમાથી લઇને સરકીટ હાઉસ સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના ઉદ્યોગપતિઓમાં સીરામીક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, મુકેશભાઈ કુંડરિયા, ફેવરિટ ગ્રુપ વાળા વિજયભાઈ પટેલ અને વકીલ સંજય રાજપરા સહિતના લોકોએ જોડાઈને વહેલી સવારે સાયકલ ચલાવી હતી.