સીએમની સૂચના બાદ મોરબી જિલ્લામાં પણ 14 તારીખે શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો

- text


સીએમની સૂચના બાદ મોરબી જિલ્લામાં પણ 14 તારીખે શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો

પેહલા શિક્ષણાધિકારીએ શાળા શરૂ થવાની જાહેરાત કરી હતી બાદમાં ફરીથી સલામતીના ભાગરૂપે શુક્રવારે રજા જાહેર કરાઈ

મોરબી : વાયુ વાવાઝોડાના પગલે મોરબી જિલ્લામાં 12 અને 13 તારીખે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઇ હતી. ત્યારે સરકાર દ્વારા મોરબી જિલ્લામાં આ રજા એક દિવસ લંબાવી તારીખ 14ના રોજ પણ શાળા કોલેજો બંધ રાખવાના મોડી સાંજે આદેશો કર્યા હતા.

- text

વાયુ વાવાઝોડાએ દિશા બદલાવતા વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. પરંતુ ભારે વરસાદની આગાહીના પગલે મોડી સાંજે મુખ્યમંત્રી રૂપાણીએ દરિયા કાંઠાના 10 જિલ્લામાં આવતી કાલ 14 તારીખે પણ સલામતીના ભાગરૂપે શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે. પ્રથમ મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ સાંજે આવતી કાલે 14 તારીખથી મોરબી જિલ્લામાં રાબેતામુજબ શાળા ચાલુ રહેવાની જાહેરાત કરી હતી. પરંતુ સીએમની જાહેરાત બાદ મોડી સાંજે મોરબીના સ્થાનિક તંત્રે પણ મોરબી જિલ્લાની તમામ ખાનગી, સરકારી શાળા અને કોલેજો આવતીકાલે તારીખ 14ને શુક્રવારે બંધ રાખવાની જાહેરાત કરી છે. જેથી શુક્રવારે પણ મોરબી જિલ્લામાં તમામ શાળા કોલેજો બંધ રહેશે તેની વાલીઓ અને વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

- text