હળવદના ટિકર રણમાંથી વધુ 250 અગરિયાઓનું સ્થળાંતર કરાયું

- text


હળવદ પંથકમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ સાથે છાટા પડ્યા બાદ વાતાવરણનું ડિન્ટબન્સ થોડીવારમાં શાંત પડ્યું : રાહત અને બચાવની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ

હળવદ : હળવદના ટિકર રણમાંથી વધુ 250 અગરિયાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.જોકે બોપરના સમયે હળવદ પંથકમાં ભારે પવન અને ધૂળની સતત ડુમરી ઉડયા બાદ વરસાદી છાટા પડ્યા હતા.જોકે વાતાવરણનું આ ડિન્સ્ટબન્સ થોડીવારમાં શાંત પડ્યું હતું.જોકે હજુ યુદ્ધના ધોરણે રાહત અને બચાવની પુરજોશમાં કામગીરી થઈ રહી છે.

- text

ગુજરાત પર હવે વાયુ વાવાઝોડાનો ખતરો વધી ગયો છે.આ વાવાઝોડું ઝડપભારે આગળ ધપતું હોય તેમ બપોરે મોરબી જિલ્લામાં વાવઝોડાની અસર વર્તાય હતી.જેમાં હળવદ પંથકમાં પણ આજે બપોરે વાવાઝોડાની અસર વર્તાય હતી.જેમાં ભારે પવન ફૂંકાયો હતો.તેમજ ધૂળની ડમરીઓ ઉડી હતી અને છાટા પડ્યા બાદ થોડીવારમાં વાતાવરણની સ્થિતિ એકદમ નોર્મલ થઈ ગઈ હતી.જ્યારે બીજી તરફ હળવદમાં રાહત અને બચાવની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.જેમાં ટિકર રણમાંથી વધુ 250 આગરીયાઓને બહાર કાઢી સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે.આ લોકો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા ટીકરના સામાજિક અગ્રણી અને મહિલા સરપંચ ના પતી વીજયભાઈ એરવાડીયા તરફથી કરવામાં આવી છે.આ કામગીરીમાં હળવદ પોલીસ, મામલતદાર, ટીડીઓ,યાડૅના કર્મચારીઓ તથા યાર્ડની એબ્યુલ્નસ, હળવદ પાલિકાના ઉપપ્રમુખ જયેશભાઇ પટેલ, અશોકભાઈ પટેલ, ઈબ્રાહીમભાઈ, અકબરભાઈ, રજાકભાઈ, રાજુભાઈ, વાસુભાઈ, મનસુખ દલવાડી, મનસુખભાઇ મંત્રી સહિત ટીકરના તલાટી તેમજ ટીકરની પંચાયતની ટીમ કામે લાગી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

 

- text