મોરબી જિલ્લામાં બપોર સુધીમાં 1910 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું

કુલ 6 હજાર જેટલા લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડી દેવાની કામગીરી ચાલુ : માળીયામાં 1063, મોરબીમાં 305, વાંકાનેરમાં 287હળવદમાં 255 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું : મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને પ્રભારી સચિવ મોનાબેન ખંધારનો આજથી ત્રણ દિવસ મોરબીમાં મુકામ : બે એન.ડી.એફ.આરની ટીમ અને આર્મીની ટીમ ખડેપગે

મોરબી : વાયુ વવોઝોડું ગુજરાત તરફ આગેકૂચ કરી રહ્યું છે. ત્યારે સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર અને એન.ડી.એફ.આરની ટીમ દ્વારા સલામતીની આગોતરી કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જેમાં મોરબી જિલ્લામાં આજ બપોર સુધીમાં 1910 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.આશરે કુલ 6 હજાર જેટલા લોકોનું અસરગ્રસ્ત વિસ્તારમાંથી સલામત સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. હાલ તંત્ર દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે થઈ રહી છે.

વાયુ વાબઝોડાની અસર મોરબી જિલ્લાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વધુ થાય તેવી સંભાવના હોવાથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર વધુ એલર્ટ થઈને સલામતીના પગલાં ભરી રહ્યુ છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર તથા તમામ વિભાગોના અધિકારીઓ સહિતનો મોટાભાગનો સ્ટાફ વાવાઝોડાની અસરથી લોકોને બચાવવા માટે તેમની સલામતીની.કામગીરીમાં જોડાઈ ગયો છે.તેમજ મોરબી જિલ્લામાં બે એન,ડી.આર.એફ.ની ટીમ પણ મોરબી જિલ્લા તંત્ર સાથે જોડાઈને સ્થળાંતર સહિતની કામગીરી કરી રહ્યું છે.આજ બપોર સુધીમાં મોરબી જિલ્લામાંથી 1910 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.જેમાં માળિયામાં 1063 લોકો, મોરબીમાં 305 લોકો, વાંકાનેરમાં 287લોકો અને હળવદમાં 255 લોકોનું જે તે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર કરીને આ તમામને નજીકની શાળા અને ધર્મશાળાઓમાં ખસેડી દેવામાં આવ્યા છે.આ સ્થળાંતર કરાયેલા લોકોમાં 405 બાળકો, 654 સ્ત્રીઓ અને 744 પુરૂષોનો સમાવેશ થાય છે.અને આ અસરગ્રસ્ત લોકો માટે એન.જી.ઓ.દ્વારા ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.જ્યારે આજ સાંજ સુધીમાં જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કુલ 6 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરાશે તેવું સુત્રોમાંથી જાણવા મળે છે.

મોરબીમાં આવેલી બે એન.ડી.એફ.આરની ટીમ ખડેપગે છે.જેમાં એક ટીમ પીપળીયા અને બીજી ટીમ વવાણીયા તથા એક આર્મીની ટીમને મોરબી કોમ્યુનિટી હોલમાં તૈનાત રાખવામાં આવી છે. ઉપરાંત 12 જુનથી 14 જૂન સુધી ક્લાસવન ઓફિસરને કન્ટ્રોલ રૂમની કામગીરી સોંપવામાં આવી છે.તેમજ ધાગધ્રાના આર્મીના 41 જવાનો મોરબીમાં સ્ટેન્ડ બાય છે.જ્યારે વાવાઝોડાની સંભવિત અસરને લઈને એસપી અને કલેકટર સહિતના અધિકારીઓ નવલખી બંદર અને જુમાવાડી વિસ્તારની મુલાકાત લીધી હતી. બપોર પછી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા પ્રભારી સચિવ મોનાબેન ખંધાર મોરબી આવી ત્રણ દિવસનો મુકામ કરશે.તેમજ તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા તથા મોબાઈલ બંધ નહિ રાખવા તથા તમાંમ પોલીસ સ્ટેશનના નંબર અને તમામ કચેરીના ચાલુ નંબરની જાણકારી આપવાની સૂચના આપી છે.

જાણવા મળતી વિગતો અનુસાર ટંકારમાં આજ સવારથી મામલતદાર ,ટી.ડી ઓ.સહિતના સ્ટાફની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહી છે.જેમાં અત્યાર સુધીમાં ટંકારા, છતર, વાછકપર, જોધપર ઝાલા, ગણેશપર વીરવાવ, ધ્રોલિયામાંથી 94 લોકો અને 82 પશુઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.જેમાં 19 બાળકો, 28 સ્ત્રીઓ, 47 પુરુષનો સમાવેશ થાય છે.આ સ્થળાંતર કરાયેલા લોકો માટે એન.જી.ઓ.દ્વારા ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે ટંકારના અનેક ગામોમાં વાવાઝોડાની અસર થાય તેવી સંભાવના હોવાથી આ અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સાંજ સુધીમાં સલામત સ્થળે ખસેડી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne