મોરબી : લોહાણા મહાપરિષદ તથા લોહાણા મહાજનના ઉપક્રમે શિષ્યવૃતિ ફોર્મનું વિતરણ શરુ

- text


મોરબી : લોહાણા મહાપરિષદ અને લોહાણા મહાજન, મોરબીના સંયુક્ત ઉપક્રમે ધોરણ 5થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિના ફોર્મનું વિતરણ શરુ થઇ ચૂક્યું છે.

મોરબી લોહાણા મહાપરિષદ તથા લોહાણા મહાજન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રાન્ટ ઈન એઈડ અને સરકારી શાળા-કોલેજોમાં ધોરણ 5થી કોલેજ સુધીના લોહાણા સમાજના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિની કુલ રકમના 70% લોહાણા મહાપરિષદ તરફથી અને 30% રકમ લોહાણા મહાજન દ્વારા રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓના સહયોગથી આપવામાં આવશે. શિષ્યવૃતિનો લાભ લેવા માંગતા ભાઈઓ-બહેનોએ લોહાણા મહાજન વાડી વિભાગ-2, સુધારાવાળી શેરી, મોરબી ખાતે થી ફોર્મ મેળવીને તારીખ 5મી જુલાઈ સુધીમાં જમા કરાવવાનું લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નવીનભાઈ રાચ્છ, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ અને કન્વીનર નિર્મિતભાઈ કક્કડે જણાવ્યું છે. વધુ માહિતી માટે નરેન્દ્રભાઈ રાચ્છ(9428277694)નો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text