મોરબી : બી.એસ.સી. સેમેસ્ટર 2ના પરિણામમાં એલીટના ચાર વિદ્યાર્થીઓનો ટોપ 10માં સમાવેશ

મોરબી : ગત તારીખ 5મી જૂનના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું બી.એસ.સી. સેમેસ્ટર 2નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં મોરબીની એલીટ કોલેજના ચાર વિદ્યાર્થીઓએ ટોપ 10માં સ્થાન મેળવીને કોલેજ તથા પરિવારનું નામ રોશન કર્યું છે.

તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા બી.એસ.સી. સેમેસ્ટર 2નું પરિણામ જાહેર થયું, તેમાં એલીટ કોલેજના સોઢીયા શ્રુતિબેન 90.18% સાથે યુનિવર્સીટી દ્વિતીય અને મોરબી જિલ્લામાં પ્રથમ, કાલરીયા નેન્સીબેન 89.64% સાથે યુનિવર્સીટી તૃતીય અને મોરબી જિલ્લામાં દ્વિતીય, પરમાર ભરતભાઈ 86.91% સાથે યુનિવર્સીટીમાં પાંચમો અને મોરબી જિલ્લામાં ચોથો અને ભીમાણી પ્રાર્થનાબેન 85.27% સાથે સમગ્ર યુનિવર્સીટીમાં દસમો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. નોંધનીય છે, કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું બી.એસ.સી. સેમેસ્ટર 2નું પરિણામ માત્ર 48.97% છે, જયારે એલીટ કોલેજનું પરિણામ 92.77% આવ્યું છે, જે,આ 80%થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર 11 વિદ્યાર્થીઓ તથા 70%થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર 47 વિદ્યાર્થીઓ છે. યુનિવર્સીટી ટોપ 10માં સ્થાન પામેલ તથા 70%થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને કોલેજના પ્રિન્સિપાલ ભાવેશભાઈ ચાડમિયા દ્વારા અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne