હડમતીયા ગામે ખેતરનો રસ્તો બંધ કરી દેવા મામલે ગ્રામજનોની કલેકટરને રજુઆત

- text


દાદાગીરી કરીને ધાકધમકી આપતા પરિવાર સામે પગલા લેવાની માંગ

ટંકારા : ટંકારાના હડમતીયા ગામે ખેતરે જવાનો રસ્તો બંધ કરીને એક પરિવાર દાદાગીરી કરીને ધાકધમકી આપતો હોવાની ફરિયાદ સાથે ગ્રામજનોએ કલેકટરને રજુઆત કરી હતી. અને આ બાબતે જવાબદારો સામે કડક કાર્યવાહી કરીને યોગ્ય ન્યાય આપવાની માંગણી કરી હતી.

- text

ટંકારાના હડમતીયા ગામના લોકો આજે મોરબી જિલ્લા કલેકટર કચેરીએ દોડી આવીને કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી કે, હડમતીયા ગામના શિવાભાઈ ટપુભાઈ ડાકા સહિતના ભાઈઓનો ગામમાં ખેતરે જવાનો માર્ગ નીકળે છે.તે માર્ગને એક પરિવારે ખેડી નાખીને બંધ કરી દીધો હતો. આ ગેરકાયદે માર્ગ બંધ કરવા મામલે ફરિયાદ કરતા ગઈકાલે સર્કલ ઓફિસર આ બાબતે ચકાસણી કરવા આવ્યા હતા.તે વખતે આ પરિવારે માર્ગ ખુલ્લો નહિ કરાઇ જ્યાં જવું હોય ત્યાં જાવ તેમ કહીને ધાકધમકી આપી હતી.આથી ગામલોકોએ આ બાબતે આજે કલેકટરને રજુઆત કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરી ખેતરે જવાનો બંધ કરી દેવાયેલો માર્ગ ખુલ્લો કરવાની માંગ કરી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text