મોરબીમાં સતવારા સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ રહ્યા ઉપસ્થિત

મોરબી : મોરબી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૦, ૧૨ અને ગ્રેજ્યુએટ પછી શું ? એ અંગે મૂંઝવણ અનુભવતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટેનો એક માર્ગદર્શન સેમિનાર સતવારા નવગામ જ્ઞાતિની વાડીમાં યોજાયો હતો.

સેમિનારની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ હતી. ત્યારબાદ સર્વે મહેમાનોના હાથે દીપ પ્રાગટ્ય કર્યા બાદ મહેમાનોનું શબ્દોથી સ્વાગત ચુનિભાઈ કંજારીયાએ કરેલ હતું. આ સમયે મારવાડી યુનિવર્સિટીના હેડ ડો. રાજેન્દ્ર પટેલ, મોરબી જિલ્લા રોજગાર કચેરીના પદ્માબેન પરમાર, સુરજબેન રબારી, આઇટીઆઇના સુનિલભાઈ પરમાર, દેવેશભાઈ કંઝારીયા, બરવાળા હાઇસ્કૂલના શિક્ષક યોગેશભાઈ કંઝારિયા, કવિ જલરૂપ, જ્ઞાતિ પ્રમુખ લખમણભાઇ કંઝારિયા વગેરેએ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપેલ હતું.

- text

આ પ્રસંગે બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ -બહેનો તેમજ વાલીઓ વગેરે ઉપસ્થિત રહેલ. અંતમાં સર્વેનો આભાર કેતનભાઇ પરમારે માનેલ .સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ પરમારે કરેલ. છેલ્લે ઠંડા પીણા લઈને સર્વે છૂટા પડ્યા હતા

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text