નવયુગ વિદ્યાલયના ઓમ રાણપરાને 99.95 પી.આર : સીએ બનવાનું સ્વપ્ન થશે સાકાર

- text


મોરબી : ગુજરાત શૈક્ષણિક બોર્ડનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ઓમ પરેશભાઈ રાણપરાએ 99.85 પી.આર અને 90.71 ટકા સાથે પરીક્ષા પાસ કરી છે. પોતાના ઉચ્ચ પરિણામ માટે ઓમ પૂરે પૂરો શ્રેય એમની શાળાને આપે છે. શાળા તરફથી મળેલા અભૂતપૂર્વ સહકારને કારણે તેમજ સ્માર્ટ વર્ક દ્વારા તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. ઓમ હંમેશા પાઠ્યપુસ્તકના આધારે જ પરીક્ષાલક્ષી તૈયારી કરતો અને કોઇ પણ સવાલને સમજીને યાદ રાખતો. રોજનું ત્રણ-ચાર કલાકનું વાંચન કરતો ઓમ ચેસ રમવાનો પણ શોખ ધરાવે છે. એમના પિતા માત્ર દસ ધોરણ પાસ છે અને સોનાના ઘરેણાં બનાવવાનું મજૂરી કામ કરે છે. જ્યારે એમના માતા 12 ધોરણ પાસ છે. ઉલ્લેખનીય છે કે દસમા ધોરણમાં ઓમએ 90.50 ટકા માર્ક મેળવ્યા હતા ત્યારે મિત્રો, સગા સ્નેહીઓ અને પરિજનોએ એને આગળ ઉપર સાયન્સમાં જવા માટે કહ્યું હતું, પરંતુ ઓમનો ગોલ સી.એ બનવાનો હતો. આથી સાયન્સ પ્રવાહ ન રાખતા ઓમએ સામાન્ય પ્રવાહમાં રહેવાનું પસંદ કર્યું. જેમાં વિશેષ ધ્યાન આપીને સી.એ બનવાનો એનો ગોલ સાકાર કરવા માટે મહેનત કરી જે આજે રંગ લાવી છે.

- text

 

- text