મોરબીની સર્વોપરી સ્કૂલના ત્રણ છાત્રોએ ધો. ૧૦મા મેળવ્યો એ વન ગ્રેડ

શાળાના ૨૦ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ પીઆર મેળવ્યા

મોરબી : મોરબીની સર્વોપરી સ્કૂલના ત્રણ છાત્રોએ ધો. ૧૦મા એ વન ગ્રેડ મેળવી શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. આ સાથે શાળાના ૨૦ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ પીઆર મેળવી શાળાનો દબદબો યથાવત રાખ્યો છે.

મોરબીના નવા સાદુળકા ગામ પાસે આવેલ સર્વોપરી સ્કૂલે ધો. ૧૦મા શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું છે. શાળામાં અભ્યાસ કરતા ગોસાઈ દેવેન્દ્રગીરીએ ૯૯.૭૭ પીઆર, વિડજા કલ્પે ૯૯.૫૭ પીઆર અને કાંજિયા અભીએ ૯૯.૪૮ પીઆર સાથે એ વન ગ્રેડ મેળવ્યો છે.

આ સાથે ખંભારા શિવમે ૯૯.૦૭ પીઆર, ફેફર મૌલિકે ૯૮ પીઆર, ઉધડિયા આયુષે ૯૭.૬૨ પીઆર, વિરમગામાં જૈનિષે ૯૭.૫૫ પીઆર, પાડલિયા હર્ષિદાએ ૯૭.૫૫ પીઆર, ઝાપડા હિતેશે ૯૭.૦૩ પીઆર, ચાડમિયા મિતે ૯૬.૭૩ પીઆર, કાલરીયા કુલદીપે ૯૬.૬૪ પીઆર, રાજપરા નિર્મલે ૯૬.૩૯ પીઆર, પંચોટીયા અવનીએ ૯૪ પીઆર, પટેલ આશિકાએ ૯૩.૬૬ પીઆર, મેરજા વિવેકે ૯૩.૫૩ પીઆર, જશાપરા વિશ્વાએ ૯૩.૪૨ પીઆર, ઢોરિયાણી અભીએ ૯૨.૪૨ પીઆર, સીતાપરા દ્રષ્ટિએ ૯૨.૩૦ પીઆર, કાપડી દેઝલે ૯૧.૭૪ પીઆર અને ખડોલા શીતલે ૯૧.૦૩ પીઆર મેળવ્યા  છે.