કહી ખુશી કહી ગમ : ગત વર્ષની સરખામણીએ મોરબીમાં SSCના પરિણામમાં ઉથલપાથલ

- text


મોરબી : SSCનું પરિણામ જાહેર થતા ગત વર્ષની સરખામણીએ મોરબી જિલ્લામાં કુલ મળીને ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે.

જેમાં સારી બાબત એ છે કે ગત વર્ષે જિલ્લાની 3 શાળાઓનું પરિણામ 0% આવ્યું હતું જે આ વર્ષે સુધરીને માત્ર એક જ શાળાનું પરિણામ 0% આવ્યું છે. એટલે કે ગત વરસે ત્રણ શાળાઓ એવી હતી કે જેનો એક પણ વિદ્યાર્થી SSCની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો ન હતો જ્યારે આ વર્ષે માત્ર એક જ શાળા એવી છે જેનો એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી. શાળાના કુલ 30% વિદ્યાર્થીઓ પાસ થયા હોય એવી શાળાઓ જે ગયા વર્ષે 18 હતી તે આ વર્ષે વધીને 26 થઈ છે. જોકે 100% પાસ પરિણામ વાળી શાળાઓ ગત વર્ષે 5 હતી તે આ વર્ષે ઘટીને માત્ર 2 જ રહી ગઈ છે. એટલે એ રીતે મૂલ્યાંકન કરતા 3 શાળાઓનું શિક્ષણ સ્તર ઘટ્યું હોય એમ કહી શકાય.

જો કેન્દ્ર વાઇઝ 2018 અને 2019ના પરિણામોની સરખામણી કરવામાં આવે તો સહુથી ઓછો તફાવત ટંકારા કેન્દ્રમાં માત્ર 0.73%નો છે જ્યારે સહુથી વધુ તફાવત વવાણીયા કેન્દ્રનો 34.58% જેટલો છે. કેન્દ્ર વાઇઝ 2018 અને 2019ના પરિણામો અનુક્રમે મોરબી કેન્દ્રનું 2018ની સાલનું પરિણામ 72.48% જ્યારે 2019નું 74.67%, વાંકાનેર 2018માં 72.43 જ્યારે 2019માં 74.51%, વવાણીયા 2018માં 42.06% જ્યારે 2019માં વધીને 76.64% જેટલું ઊંચું, ટંકારા 2018માં 77.71% જ્યારે 2019માં 76.98% એટલેકે સૌથી ઓછો તફાવત માત્ર 0.73 %, જેતપર (મચ્છુ) 2018માં 73.63% જ્યારે 2019માં 67.72%, સિંધાવદર 2018માં 80.33% જ્યારે 2019માં 78.01%, હળવદ 2018માં 78.24% જ્યારે 2019માં 75.79%, ચંદ્રપુર 2018માં 79.05% જ્યારે 2019માં 76.43%, ચરાડવા 2018માં 56.48% જ્યારે 2019માં 50.83% અને પીપળીયા કેન્દ્રનું 2018ની સાલમાં 57.91% જ્યારે આ વર્ષે 2019માં 66.18% પરિણામ રહ્યું છે. આમ કુલ મળીને ગત વર્ષની સરખામણીએ વવાણીયા કેન્દ્રનું પરિણામ 34.58% જેટલું ઊંચું આવ્યું છે જ્યારે સહુથી ઓછો તફાવત ટંકારા કેન્દ્રનો માત્ર 0.73% જ રહ્યો છે.

- text

જો મોરબી જિલ્લાની દરેક શાળા વાઇઝ રિઝલ્ટની વાત કરવામાં આવે તો માત્ર 10 % પાસ રિઝલ્ટ વાળી 3 શાળાઓ છે. 11 થી 20% રિઝલ્ટ વાળી 10 શાળાઓ, 21 થી 30% રિઝલ્ટ વાળી 14 શાળાઓ, 31 થી 40% રિઝલ્ટ વાળી 14 શાળાઓ, 41 થી 50% રિઝલ્ટ વાળી 16 શાળાઓ, 51 થી 60% રિઝલ્ટ વાળી 17 શાળાઓ, 61 થી 70% રિઝલ્ટ વાળી 17 શાળાઓ, 71 થી 80% રિઝલ્ટ વાળી 26 શાળાઓ, 81 થી 90% રિઝલ્ટ વાળી 38 શાળાઓ, 91 થી 99% રિઝલ્ટ વાળી 44 શાળાઓ અને 100% રિઝલ્ટ વાળી માત્ર 2 શાળાઓ જ છે.
આમ કુલ મળીને ગયા વરસની સાપેક્ષ સાવ નિમ્ન પરિણામ અને ઉચ્ચ પરિણામના શાળા દીઠ મુલ્યાંકનમાં ઘણો તફાવત જોવા મળ્યો છે.
જોકે સમગ્ર ગુજરાત માં સુરત બાદ મોરબી જિલ્લો બીજા નંબરે ટોપ પર છે જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબરે છે. જે મોરબી માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text