ટંકારા : શૈલેષ સગપરિયા દ્વારા શૈક્ષણિક માર્ગદર્શનનો સેમિનાર યોજાયો

- text


ધોરણ 10 પછી યોગ્ય માર્ગદર્શનના અભાવે શ્રેષ્ઠ તક ચુકી જતા વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી સમાન સેમિનારમાં વાલીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા

ટંકારા : એકવીસમી સદી જ્ઞાન વિજ્ઞાનની સદી છે. શૈક્ષણિક ક્ષેત્રે વિપુલ તકોમાંથી દસમા ધોરણ પછી ચાલીસેક ટકા જેટલા વિદ્યાર્થીઓ યોગ્ય માર્ગદર્શનના અભાવે પોતાને મળનારી શ્રેષ્ટ તક ચુકી જતા હોય છે. ત્યારે આવી અસમંજસની સ્થિતિમાંથી પસાર થતા વિદ્યાર્થીઓ માટે ટંકારામાં શૈક્ષણિક માર્ગદર્શન અને મોટિવેશન સેમીનારનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સ્પીપાના નાયબ નિયામક અધિકારી, આજની વાર્તાના પ્રણેતા, ગુજરાતી ભાષાના લબ્ધ પ્રતિષ્ઠિત લેખક, પોઝિટિવ થીંકર અને સ્પષ્ટ વક્તા એવા શૈલેષભાઇ સગપરિયા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તારીખ 19/05/2019ને રવિવારે સવારે 09:00 કલાકે આર્ય વિદ્યાલયમ, ટંકારા ખાતે આયોજિત થયેલા આ નિઃશુલ્ક સેમિનારમાં એસ.એસ.સી તથા એચ.એસ.સી બાદ વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી શિક્ષણ વિશે માર્ગદર્શન પૂરું પાડી મોટીવેટેડ કરવામાં આવ્યા હતા.
સેમિનારમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને શૈલેષ સગપરિયા લિખિત વિવિધ મોટિવેશન પુસ્તકોની સ્થળ પરથી ખરીદીમાં આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં વાંચન ભૂખ્યા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

- text

આ તકે શાળાના જ શિક્ષકો મેહુલભાઈ કોરિંગા અને ભરતભાઈ ગોપાણીએ વિજ્ઞાનપ્રવાહને અનુલક્ષીને તેની માર્કિંગ સિસ્ટમ અને JEE, NEET અને GUJCET જેવી તમામ પરિક્ષાઓનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કૉમેર્સના તમામ વિષયોની માહિતી હિમાંશુભાઈ જોશીએ આપી હતી. કાર્યક્રમનું રસાળ સંચાલન ધવલભાઈ ભીમાણીએ કર્યું હતું.

- text