મોરબીની પારેખ શેરીમાં કુતરાના આંતકથી સ્થાનિકો ભયભીત

- text


મોરબીની પારેખ શેરીમાં કુતરાના આંતકથી સ્થાનિકો ભયભીત

કુતરાઓ વારંવાર કરડતા હોવાની ફરિયાદ : તંત્ર કુતરોને પકડવાની કાર્યવાહી કરે તેવી માંગ

મોરબી : મોરબીના ગ્રીનચોકમાં આવેલી પારેખશેરીમાં કૂતરાઓએ આંતક મચાવ્યો છે. વારંવાર કુતરાઓ રસ્તે પસાર થતા રાહદારીઓને બચકા ભરતા હોવાની ફરિયાદ ઉઠી છે. થોડા સમયમાં પહેલા કૂતરાએ એક યુવતીને બચકું ભરતા તેણીને ત્રણ ટાકા લેવા પડ્યા હતા આથી કુતરાઓના ત્રાસથી આ વિસ્તારમાં ભયનો માહોલ છવાતા સ્થાનિકોએ આ ગંભીર બાબતે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

- text

મોરબીના ગ્રીનચોક પાસે આવેલ પારેખ શેરીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ભટકતા કૂતરાઓએ રીતસરનો આંતક મચાવ્યો છે.અને રસ્તે પસાર થતા રાહદારીઓને વારંવાર બચકા ભરે છે.તાજેતરમાં એક યુવતીને કૂતરું કરડયું હતું.તેણીને ગંભીર ઇજા થવાથી 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.કૂતરાએ બચકું ભર્યું હોવાથી આ યુવતીને ત્રણ ટાંકા લેવા પડ્યા હતા.આવી રીતે વારંવાર હડકાયા કે અન્ય કુતરાઓ સ્થાનિક નિર્દોષ લોકોને બચકા ભરતા હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. આથી સ્થાનિકોએ આ વિસ્તારમાં રખડતા હડકાયા કે અન્ય કૂતરાઓને તંત્ર ત્વરિત પકડવાની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં હમણાંથી કુતરાઓનો આંતક વધી ગયો છે.કોઈને કોઈ વિસ્તારમાંથી હડકાયું કે અન્ય કૂતરું કરડયું હોવાના બનાવો સામી આવી રહ્યા છે અને કૂતરા કરડવાના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે.તેથી તંત્ર ગંભીર બનીને કુતરાઓ પકડવા માટે યોગ્ય કાર્યવાહી કીને લોકોને ભયમુક્ત કરે તેવી લોકમાંગ ઉઠી છે.

- text