મોરબી રેડિયો હવે વેબસાઈટ ઉપર, એપ્લિકેશન વગર પણ માત્ર એક ક્લિકે સાંભળો

- text


મોરબી અપડેટ દ્વારા શરૂ કરાયેલો મોરબી રેડિયો પર સાંભળો હવે દિવસભર વિવિધ કાર્યક્રમો અને ગીતો

મોરબી : મોરબી રેડિયો હવે વેબસાઈટ ઉપર પણ સાંભળી શકાશે. અગાઉ માત્ર ‘મોરબી અપડેટ’ની એપ્લિકેશન ઉપર જ સાંભળવા મળતો મોરબી રેડિયો વેબસાઈટ ઉપર પણ ઉપ્લબ્ધ કરવામાં આવ્યો છે. જેથી વેબસાઈટ ઉપર જઈને પણ હવે દિવસભર વિવિધ કાર્યક્રમો અને ગીતો માણી શકાશે.

‘મોરબી અપડેટ’ દ્વારા મોરબીનો પ્રથમ રેડિયો શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દિવસભર વિવિધ કાર્યક્રમો સાથે ગીતોની રમઝટ બોલાવવામાં આવે છે. અગાઉ મોરબી રેડિયો માત્ર ‘મોરબી અપડેટ’ની એપ્લિકેશન ઉપર જ સાંભળવા મળતો હતો. જેથી પોતાના મોબાઈલ ફોનમાં લો રેમના હિસાબે એપ્લિકેશન રાખી ન શકતા તેવા લોકો તેમજ એપલ યુઝર્સ દ્વારા વેબસાઈટ ઉપર પણ મોરબી રેડિયો શરૂ કરવાની માંગ કરી હતી.

- text

જેના પગલે ‘મોરબી અપડેટ’ની વેબસાઈટ ઉપર પણ હવે મોરબી રેડિયો શરૂ કરવામાં આવ્યો છે. જેથી મોરબીવાસીઓ પોતાનો રેડિયો હવે એપ્લિકેશન વગર વેબસાઈટ ઉપર પણ સાંભળી શકશે. તો ‘મોરબી અપડેટ’ની વેબસાઈટ ઉપર જઈને દરરોજ વિવિધ કાર્યક્રમો અને અવનવા ગીતો સાંભળવાનું ચૂકશો નહિ. મોરબી રેડિયો વિશેની કોઈ પણ માહિતી માટે 9537676276 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. આ સાથે નીચે મોરબી રેડીયોની લિંક પણ આપવામાં આવી છે. જે લિંક પર ક્લિક કરી મોરબી રેડિયો સાંભળી શકાશે.http://morbiupdate.com/radio/

- text