કોલેજમાં પ્રથમ નંબર મેળવી પ્રજાપતિ સમાજ નું ગૌરવ વધારતી કાજલ  કણસાગરા

મોરબી : મોરબીના જોધપર નદી ગામે આવેલ એમ.પી.પટેલ બી.એડ એન્ડ સાયન્સ કોલેજનું યુનિવર્સિટીનું પરિણામ ઉજ્જવળ આવ્યું છે. જેમાં મકનસર રહેતી આ કોલેજની વિધાર્થીની પ્રજાપતિ કણસાગરા કાજલ જગદીશભાઈ 94.68.ટકા સાથે કોલેજમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.આ વિધાર્થીનીએ યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ પરિણામ મેળવીને પોતાની કોલેજ અને માતાપિતાનું ગૌરવ વધાર્યુ છે જે બદલ એમ.પી.પટેલ બી એડ એન્ડ સાયન્સ કોલેજના સમગ્ર સ્ટાફગણે તથા પ્રજાપતિ સમાજે આ વિદ્યાર્થીને ઉતરોતર શૈક્ષણિક પ્રગતિ કરવાની શુભેચ્છાઓ પાઠવી છે.