મોરબી : પિતાની સ્મૃતિમાં પુત્રએ કચ્છની ગાયોને ૧૦૦ મણ ઘાસચારો અર્પણ કર્યો

- text


હજુ પણ ઘાસચારાની જરૂર, દાતાઓને ઘાસચારાનું અનુદાન આપવાની અપીલ

મોરબી : હિજરતી માલધારીઓ ચોમાસુ નજીક આવી રહ્યું હોવાથી માલઢોર સાથે પોતાના વતન કચ્છ પરત ભણી રહ્યા છે. ત્યારે મોરબીના ભરતનગર ખાતે આ કચ્છની ગાયોને મોરબીના એક સેવાભાવી યુવાને પોતાના સ્વર્ગવાસી પિતાની સ્મૃતિમાં ૧૦૦ મણ ઘાસચારો અર્પણ કર્યા હતો.

કચ્છમાં પાણીની તીવ્ર અછતના કારણે માલધારીઓ માલઢોર સાથે દર વર્ષે સૌરાષ્ટ્ર તરફ હિજરત કરીને પડાવ નાખે છે. આ વર્ષે પણ તેઓએ રાજકોટ સહિતના અનેક શહેરોના પાદરે પડાવ નાખ્યો હતો. હાલ ચોમાસુ નજીક આવી રહ્યું છે. ત્યારે આ માલધારીઓ પોતાના વતન કચ્છ તરફ પરત ભણી રહ્યા છે. આ વેળાએ તેઓએ ગઈકાલે મોરબીના ભરતનગર ગામ પાસે ક્ષણિક પડાવ નાખ્યો હતો.

ત્યારે મોરબીના સેવાભાવી યુવાન વિશ્વાસભાઈ રાયજાદાએ તેમના સ્વર્ગવાસી પિતા સચિનકુમાર રાયજાદાની સ્મૃતિમાં ૧૦૦ મણ ઘાસચારો અર્પણ કરીને ૩૦૦ ગાયોની જઠરાગ્નિ ઠારી હતી. વધુમાં ઘાસચારો અર્પણ કરવા ઇચ્છતા દાતાઓને ડો.રવિન્દ્ર ભટ્ટ મો.નં. 98982 88777 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text