મોરબીની સુશ્રુત હોસ્પિટલ દ્વારા હરસ,મસા, અને ફિશર જેવા રોગો માટે રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે

- text


હરસ, મસા, ફિશર, ભગંદર જેવા ગુદામાર્ગના રોગો માટે નિઃશુલ્ક નિદાન તેમજ રાહતદરે ઓપરેશનના કેમ્પનું આયોજન

મોરબી : ભાગદોડ ભરી જીવન પદ્ધતિ કે બેઠાડુ જીવન અને ખાનપાનમાં અનિયમિતતા તેમજ ઘર સિવાયના બહારના જંક ફૂડ, ફાસ્ટફૂડના વધતા ચલણને કારણે હરસ, મસા, ફિશર, ભગંદર જેવા ગુદામાર્ગના રોગો વધી રહ્યા છે. ત્યારે મોરબીની સુશ્રુત હોસ્પિટલ દ્વારા આવા રોગોના નિઃશુલ્ક નિદાન તેમજ રાહતદરે ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

ડો. મનોજ ભાડજાની (એમ.એસ.આયુ.) સુશ્રુત હોસ્પિટલ દ્વારા મળમાર્ગના રોગો માટે,
જુની ક્રિષ્ના હોસ્પિટલની નીચે, રેમન્ડ શો-રૂમની સામે , પહેલા માળે, રામ ચોક, સાવસર પ્લોટ મેઇન રોડ, મોરબીમાં આગામી તા. ૧૨/૦૫/૨૦૧૯ને રવિવારના રોજ સવારે ૯ થી ૧ વાગ્યા દરમ્યાન નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા
ગુદામાર્ગના રોગોના નિષ્ણાંત ડોક્ટર (પ્રોક્ટોલોજીસ્ટ) ડો. મનોજ ભાડજા એમ.એસ.(આયુ) સેવા આપશે. કેમ્પના દર્દીઓને જરૂરીયાત પ્રમાણે રાહત દરે ઓપરેશન પણ કરી આપવામાં આવશે. ડૉ. ભાડજા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરમાંથી ક્ષારસૂત્રમાં માસ્ટર ડીગ્રી ધરાવે છે. ૧૨૦૦૦ થી વધારે દર્દીઓની સારવાર તેમજ ૧૦૦૦થી વધારે ક્ષારસૂત્ર પદ્ધતિના ઓપરેશનનો બહોળો અનુભવ ધરાવે છે.
આ કેમ્પ માટે નામ નોંધાવવા કે વધુ માહિતી માટે મો.નં. ૯૪૦૯૭ ૭૪૧૬૩ તથા લેન્ડલાઈન નં. ૦૨૮૨૨ ૨૩૩૮૦૦ ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે. આ કેમ્પનો લોકો ને વધુમાં વધુ સંખ્યામાં લાભ લ્યે એવો અનુરોધ કરાયો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text