વાંકાનેર : ખેડૂતે ઓછા પાણીથી હળદરની ખેતી કરી મબલખ કમાણી કરી

- text


સૌરાષ્ટ્રના ખેડૂતો માટે હળદરની ખેતી સારૂં વળતર આપતો પાક

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના પ્રગતિશીલ ખેડુત અમીનભાઈએ પોતાના ખેતરમાં ચાલુ સાલ વરસાદની કમી વચ્ચે ટપક પધ્ધતિથી બે વિઘા જમીનમાં હળદર વાવેલ જેમાં ૩૫૦ મણ જેટલો ઉતારો મળેલ. એટલું જ નહીં પણ હળદર ના બે ચાસ વચ્ચે કાળીજીરી વાવેલ તેમાં પણ પાંચ મણ ઉતારો મળેલ. કાળીજીરીનો સરેરાશ આ સિઝનમાં બજાર ભાવ ચાર હજાર લેખે પચાસ હજાર કાળીજીરીના અને ૪૦૦ લેખે હળદર ગણતા સારુ એવુ વળતર હળદરની મુલ્યવર્ધીત સાથે કાળીજીરીના આંતરપાક દ્વારા અમીનભાઈ એ મેળવેલ. ચાલુ સાલ વરસાદ નહીંવત હોવા છતાં ટપકપધ્ધતિ વડે હળદરની ખેતીમાં ઓછા ખર્ચે વધુ નફો મેળવેલ છે.

આ ઉપરાંત મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકાના નાના એવા પીપળીયારાજ ગામનાં પ્રગતિશીલ ખેડુત અમીનભાઈએ પોતાના ખેતરમાં લાંબાગાળાના આયોજન સાથે મલેશીયન લિમડા ના ૬૦૦ ઝાડનું પણ વાવેતર કરેલછે. જેમાં પાંચ વર્ષે સારુ એવું વળતર મલશે તેવું તેમનું માનવું છે. એ઼ટલુ જ નહીં આ લીમડાની વચ્ચે મગ, અડદ, કાળીજીરી સહીત આંતર પાક ઉપરાંત કપાસ પણ ઉગાડી શકાયછે. તેમ અમીનભાઈ અને તેના પુત્ર અફઝલે જણાવેલ છે. અમીનભાઈ માંથી પ્રેરણા લઈ આજુબાજુના અન્ય ખેડુતો પણ ચાલુ સાલ હળદરનું વાવેતર કરવાનું વિચારી રહયા છે અને આંતરપાક તરીકે કશદાર કાળીજીરી પણ વાવવા માંગે છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text