હળવદના ઘુડખર અભ્યારણ માં વન્યપ્રાણીઓને પીવાના પાણીના ફાફા

- text


પાણી ના અવેડાતો બનાવવામાં આવ્યા છે પણ તેમાં પાણી નથી ભરવામાં આવતું

હળવદ : ઉનાળાની કાળઝાળ ગરમીમાં માનવ સહિત પશું પક્ષી અસહ્ય બન્યુ છે ત્યારે દિવસે ને દિવસે ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે તેવામાં હળવદ તાલુકાના રણ વીસ્તાર માં આવેલ ઘુડખર અભ્યારણમા વન્ય પ્રાણી ઓ માટે મુકવામાં આવેલા અવેડાઓમા પાણી ભરવામાં નહીં આવતા ઘુડખર પાણી વિના વલખાં મારી રહ્યા છે જેમાં છેલ્લા છ માસથી પણ વધુ સમયથી અવેડાઓમા પાણી નહીં નાખવામાં આવ્યાનું લોકોએ જણાવ્યું છે .

હળવદ તાલુકાના રણકાંઠાના માલણીયાદ અને એંજાર ગામને અડીને આવેલા ઘુડખર અભ્યારણમા છેલ્લા કેટલાક સમયથી અવેડાઓમા પાણી નાખવામાં નથી આવ્યું તો સાથે સાથે કેટલાક અવેડાઓ જર્જરિત અને કેટલાક અવેડાઓ પાસે બાવળો ઉગી નિકળ્યા છે માલણીયાદ ગામની સીમમાં આવેલાં અવેડાઓમા છેલ્લાં છ માસથી પણ વધુ સમયથી પાણી આપવામાં આવ્યું નથી ત્યારે આ જ અવેડાઓની આસપાસ કેટલાક પ્રાણીઓના હાડકા જોવા મળ્યાં હતાં ત્યારે શુ આ નીલગાયના કે ઘુડખરના હશે ? શુ આ બહુમૂલ્ય પ્રાણી તરસ્યું મર્યુ હશે ? આવા અનેક વેધક સવાલો ઉભા થયા છે.

- text

અધિકારીઓ દ્ધારા દાવાઅો કરવામા આવીરહ્યા કે હળવદ રેંઝના ૧૮ જેટલા અવેડા નીયમીત ભરવાનુ ચાલુ કરાયુ છે પરંતુ માલણીયાદ ગામના મહિલા સરપંચના પતીના જણાવ્યા મુજબ આ ખંઢેર હાલતમા દેખાતા અવેડામાં છેલ્લા છ માથી પાણી ભરીયા વીના પડ્યા છે માત્ર અેક બે અવેડા પાણીથી ભરીદેવાથી ઘુડખરને કિલ્લો મીટરો સુધી પાણી પીવા માટે દોડવુ પડતું હોય છે

હળવદ તાલુકાના રણકાંઠાના વિસ્તારમાં ઘુડખર અભ્યારણમાં ૧૮ અવેડાઓ બનાવવામાં આવ્યાં છે પરંતુ સરકારી બાબુઓની ઢીલી નિતિથી કે પછી કોન્ટ્રાક્ટરો ની કટકી થી બારોબાર પાણીના ટેંકરના બિલો બનાવી પૈસા બારો બાર ચાઉ કરાતા હોવાની પણ ચર્ચાએ પંથકમાં જોર પકડ્યું છે

જ્યારે ઘુળખરની સંખ્યા જોઈએ તો ૨૦૧૪ માં કરવામાં આવેલી ગણતરી મુજબ હળવદ,ધાંગધ્રા, પાટડી ને અડીને આવેલા કચ્છ ના નાના રણમાં ૪૪૫૧ ઘુડખર ની સંખ્યા નોધાઈ હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text