મોરબી : નાની બરાર ખાતે ઓર્થોપેડીક કેમ્પનો લાભ લેતા દર્દીઓ

- text


મોરબી : ગત રાત્રીએ નાની બરાર ખાતે યોજાયેલા ઓર્થોપેડિંક મેડિકલ કેમ્પમાં નાની બરાર તથા આસપાસના ગામોના લગભગ ૧૨૫ જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. સંપૂર્ણ રીતે સફળ રહેલા મેડિકલ કેમ્પમાં નિદાન તથા ફ્રિ દવાઓ આપવામાં આવી હતી. મધુરમ ઓર્થોપેડિંક હૉસ્પિટલના ખ્યાતનામ ઓર્થોપેડિંક સર્જન ડૉ. ભાવિક શેરશિયાએ આ કેમ્પમાં વિના મૂલ્યે સેવા આપી હતી. આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે પુષ્પકાંત ભાઈ ચાવડા, અશ્વિનભાઈ ચાવડા, ભરતભાઇ ચાવડા સહિત નાની બરાર ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. ગ્રામજનોએ પોતાના ગામમાં કેમ્પ યોજવા બદલ ડૉ. ભાવિક શેરશિયાનો આભાર માન્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text