મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે સંદીપ.બી.આદ્રોજાની બિનહરીફ વરણી

- text


મોરબી : તા.૦૩/૦૫/નાં રોજ મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનીધિઓની મળેલ કારોબારી બેઠકમાં મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે મોરબી તાલુકાના બી.આર.સી. કો.ઓર્ડીનેટર સંદીપ આદ્રોજાની બીજી વખત સર્વાનુમતે બીનફરીફ વરણી થઇ હતી. આ ઉપરાંત પ્રમુખ દ્વારા મહામંત્રી તરીકે અશ્વિનભાઈ આર.દલસાણીયાની નિયુક્તિ કરવામાં આવી હતી. વર્તમાન ટીમની પુન: નિયુક્તિ થતા મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક પરિવાર તરફથી નિયુક્ત થયેલ પ્રમુખ સંદીપભાઈ આદ્રોજાને તેમજ મહામંત્રી અશ્વિનભાઈ દલસાણીયા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

સંદીપભાઈ આદ્રોજાનાં નેતૃત્વ હેઠળ પ્રાથમિક શિક્ષકોના વહીવટી અને શૈક્ષણિક પ્રશ્નોના નિરાકરણ બાબતે તેમજ શાળા અને વિદ્યાર્થીઓના હિતાર્થે ખૂબજ સુચારૂ કાર્યો થઇ રહ્યાં હોવાનું સર્વ વિદિત છે. જિલ્લા સંઘ અને રાજ્ય સંઘ સાથે સુચારૂ સંકલન સાથે તેમની આગેવાની નીચે પ્રસંશનીય કાર્યો થઇ રહ્યાં છે. તેમના સબળ નેતૃત્વ તળે તેમના કાર્યો પરત્વે શિક્ષકોને પણ ખૂબજ સંતોષની લાગણી છે. આવનાર સમયમાં પણ સંદીપ આદ્રોજા અને તેમની ટીમ દ્વારા ખૂબજ સુચારૂ કાર્યો થાય તેવી નેમ અને સહકારની ભાવના વ્યક્ત થઈ રહી છે. બીજી વખત પ્રમુખ તરીકે નિયુક્ત થવા બદલ સંદીપભાઈના શુભેચ્છકો તરફથી તેમના પર્સનલ મો.નં.9624671154 પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

  

 

 

- text