માળીયામાં સમાજ સુરક્ષા ટીમે ૧૬ વર્ષની દીકરીના બાળલગ્ન અટકાવ્યા

- text


 

માળિયા : માળીયા વિસ્તારમાં આગામી ૦૩/૦૫/૨૦૧૯ નાં બાળલગ્ન થવાના હોવાની માહિતીનાં આધારે મોરબીનાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારી તથા સમાજ સુરક્ષાની ટીમ,બાળ સુરક્ષા એકમ અને માળિયા તાલુકા પોલીશની ટીમ સ્થળ પર પહોચી હતી. તપાસ કરતા જેના લગ્ન થવાના હતા તે દીકરીની વય કાનૂની મર્યાદા કરતા ઓછી હતી.

- text

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્રારા આજે બાળ લગ્ન અટકાવાયા હતા. મોરબીના માળીયા.મી વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરીના આગામી ૦૩/૦૫/૨૦૧૯ ના રોજ માળિયા.મી ખાતે યોજાનાર હોય જોકે દીકરીની ઉમર પૂરી નાં હોય તેવી માહિતીનાં પગલે આજે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અનીલાબેન એફ.પીપળીયા,પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ,જીલ્લા બાળ સુરક્ષા એકમનાં વિપુલભાઈ શેરસીયા,રંજનબેન મકવાણા , સમીરભાઈ લધડ,હિમાંશુભાઈ જાની સહીતની ટીમે માળિયા તાલુકા પોલીસને સાથે રાખી દીકરીના ઘરે તપાસ કરતા તેની ઉમર ૧૬ વર્ષ અને ૮ મહિના થતી હતી જેથી બાળલગ્ન અટકાવ્યા હતા અને દીકરીનાં માતા પિતા ને કાયદાની સમજ આપવામાં આવી હતી. અને બાહેંધરી લીધેલ કે જ્યાં સુધી દીકરીની ઉમર પુખ્તનાં થાય ત્યાં સુધી લગ્ન નહિ કરી.

- text