હળવદના દેવળીયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ ઝડપાયા

- text


હળવદ પોલીસે સ્થળ પરથી રૂ.૯૭ હજારના મુદ્દામાલ કબ્જે કર્યો

હળવદ : હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે હળવદ પોલીસે રહેણાક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા .પોલીસ દ્વારા ઘટના સ્થળેથી ૯૭૭૦૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને પોલીસ મથકે લાવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસથી બચવા છાનાખૂણે ચાલતા જુગાર ધામ વચ્ચે આવું જ એક જુગારધામ હળવદ તાલુકાના દેવળીયા ગામે ઝડપાયું હતું . આ બનાવની હળવદ પોલીસ મથકથી મળતી માહિતી મુજબ પી.આઈ એમ.આર સોલંકીના માર્ગદર્શન હેઠળ ચરાડવા બીટ જમાદાર વનરાજસિંહ બાબરીયા ને મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ સાથે દેવળીયા ગામે રમેશભાઈ નાનજીભાઈ પટેલના રહેણાક મકાનમાં છાપો મારતા તીન પતી નો જુગાર રમતા છ શખ્સો ને રંગે હાથ ઝડપી લીધા હતા ઝડપાયેલા શખ્સોમાં રતિલાલ લાલજીભાઈ વાસણીયા, નરેશભાઈ નટુભાઈ જોશી ,જેન્તીભાઈ રવજીભાઈ માલણા ,રાઘવજીભાઇ શીવાભાઈ વસાણીયા ,કરશનભાઈ કાળુભાઈ પઢિયાર સહિતના શખ્સોને રૂપિયા ૮૦૭૦૦ની રોકડ મોબાઈલ નંબર ૬ મળી કુલ રૂપિયા ૯૭૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લેતા પંચકમાં ઝૂકતું નો ખેલ ખેલતા જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text