માળીયા મિયાણામા પાકવિમા અને સિંચાઈ મામલે સરપંચોની હાલત કફોડી

- text


તાલુકાના ખેડૂતો પાકવીમા અને સિંચાઇના પ્રશ્નોના જવાબ માંગતા સરપંચો લાચાર

મોરબી : મોરબીના માળીયા-મિયાણા તાલુકામાં પાકવીમા અને સિંચાઇના પ્રશ્નને લીધે ખેડૂતો ચૂંટણી પહેલા આક્રમક હતા અને ચૂંટણીમાં પણ કંઈક નવાજુની કરવાની વેતરણમાં હતા, પરંતુ રાજકારણને લીધે તેમને જતું કરવાનો વારો આવ્યો હતો.

માળીયા તાલુકામાં પાકવીમા અને સિંચાઇની માંગણીઓને લઈને નેતાઓનો બહિષ્કાર, ચૂંટણીઓનો બહિષ્કાર, આંદોલન જેવા માર્ગો અપનાવવાની તૈયારીમાં હતા. બિન રાજકીય લડતની વાત લઈને ખેડૂત હિતરક્ષક સમિતિ ખેડૂતો માટે વહારે આવી હતી અને સરવડ ગામે ખેડૂતો સાથે મિટિંગ કરીને મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપીને ખેડૂતો વતી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ મિટિંગમાં ટકોર કરવામાં આવી હતી, કે દરેક ગામના સરપંચ આ સમિતિના સભ્ય છે અને પ્રશ્નના જવાબો તે ગામના સરપંચ પાસેથી પણ માંગી શકશે, આથી ચૂંટણીઓ પૂરી થતા ખેડૂતોએ સરપંચ પાસેથી જવાબો માંગવાની શરૂઆત કરી દેતા સમિતિ દ્વારા જવાબ આપવામાં આવ્યો કે ખેડૂતો જાગૃત નથી, તેમને જાગૃત કરવા પડશે. સમિતિના આવા જવાબથી સરપંચોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઇ જવા પામી છે અને ગામલોકો સરપંચો પાસેથી જવાબો માંગી રહ્યા છે. આવો જ કડવો અનુભવ માળિયાના તરઘડીનાં ભાવેશભાઈ ભીમજીભાઈ પટેલને થયો હતો અને તેમણે પોતાની વેદના ઠાલવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text