હળવદમાં માવઠાથી ખેતીને થયેલ નુકશાનીનુ સર્વે કરવામાં આવ્યું

- text


પંથકના નવ ગામોમાં માવઠાથી લીંબુ અને આંબાનાં પાકને નુકશાન થયું હતું

હળવદ : થોડા દિવસો પૂર્વે સમગ્ર રાજ્યમાં હવામાનમાં આવેલ પલટાના પગલે હળવદ તાલુકા માં પણ માવઠાની સ્થિતિ જોવા મળી હતી અને હળવદ સહિત જીલ્લામાં ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્યો હતો જેને પગલે હળવદમાં બાગાયતી ખેતીમાં નુકશાની થવા પામી હતી જે નુકશાનીનો સર્વે હાલ કરવામાં આવી રહ્યો છે

મોરબી જીલ્લાના હળવદ પંથકમાં કમોસમી વરસાદને પગલે હળવદના રાતાભેર, ડુંગરપુર, શિવપુર, માણેકવાડા,ચુંપણી, માથક, ખેતરડી, સરંભડા અને સુંદરીભવાની સહિતના નવ ગામોમાં લીંબુ અને આંબાને નુકશાની પહોંચી છે કમોસમી વરસાદને પગલે પાકોને નુકશાન થયું હોય જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવે ચુંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ આ નવ ગામોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં કરવામાં આવી છે અને નવ ગામોમાં ક્યાં કેટલી નુકશાની થઇ છે જે સર્વે પૂર્ણ થયા બાદ નુકશાનીનો સાચો અહેવાલ જાણી શકાશે

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text