વાંકાનેર બાઉન્ડરી પાસે ત્રિપલ અકસ્માતમાં બાઇકસવાર યુવાનનું મોત

 

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડરી પાસે નેશનલ હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત સર્જાતા ગંભીર ઇજા પામેલા બાઇકસ્વાર યુવાને રાજકોટમાં સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.આ બનાવ અંગે અન્ય એક ઇજાગ્રસ્ત બાઇકસવાર યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત કરનાર યુટીલીટી ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના જોધપર ગામે રહેતા હનીફભાઈ ઉસ્માનભાઈ બાદી નામનો યુવાન ગતતા.18ના રોજ પોતાના મોટર સાયકલ પર વાંકાનેર બાઉન્ડરી પાસે નેશનલ હાઇવે ઉપર પસાર થતો હતો.ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતા યુટીલીટી ચાલકે આ બાઇકને હડફેટે લેતા ઉસ્માનભાઈને ઇજા પહોંચી હતી.એટલું જ નહીં યુટીલિટી ચાલકે આગળ જઈ બાઇક પર જઈ રહેલા જીણાભાઇ મેરામભાઈ કોળી ઉ.વ.25ને પાછળથી હડફેટે લઈને નાસી છૂટ્યો હતો.બાદમાં ગંભીર ઇજા પામેલા જીણાભાઈ કોળીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ઉસ્માનભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.