મોરબી: ક્રેડિટ કાર્ડમાં રિવોર્ડ પોઇન્ટ આપવાની લાલચ આપી યુવતિ સાથે રૂ.1.72 લાખની ઠગાઈ

- text


દિલ્હીના ત્રણ ચિટરો સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબી યુવતીને ક્રેડિટ કાર્ડમાં રિવોડ પોઇન્ટ આપવાની લાલચ આપી તેના બેક એકાઉન્ટની વિગતો મેળવીને દિલ્હીના ત્રણ ભેજાબાજ શખ્સોએ તેના બેક એકાઉન્ટમાંથી રૂ.1.72 લાક ઉપાડી લીધા હતા.યુવતીએ આ બનાવ અંગે ત્રણ શખ્સો સામે છેતરપીંડીની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના દરબાર ગઢ પાસે આવેલ મેઘાણી શેરીમાં રહેતી મેધાબેન રાજેશભાઇ મણીયાર ઉ.વ.27 નામની યુવતીએ દિલ્હી રહેતા રાહુલ શર્મા, રોહન જૈન, નિખિલ ભારદ્વાજની વિરુદ્ધ રૂ.1.72 લાખની છેતરપીડી કર્યાની મોરબી એ ડીવીજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ યુવતી પાસે ક્રેડિટ કાર્ડ હોવાની આરોપીઓ કોઈપણ રીતે માહિતી મેળવી લીધા બાદ આરોપીઓ આ યુવતીને ફોન કરીને રિવોડ પોઇન્ટ આપવાની લાલચ આપી હતી અને આરોપીઓએ પોતાની એસ.બી.આઈ બેકના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી યુવતી સાથે વિશ્વાસ કેળવી એસ.બી.આઇ. પે બેક ડોટ કોમ નામની વેબસાઈટ ઉપર ક્રેડિટ કાર્ડના ડેટા અપલોડ કરી ફરિયાદી યુવતીના બેક એકાઉન્ટમાંથી કોમ્યુટર અને ઈન્ટરનેટના માધ્યમથી રૂ.1.72 લાખ ઉપાડી શિવમ સોની નામે ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં કર્મચારી યુવતીને પોતાના બેક એકાઉન્ટમાંથી રૂ.1.72 લાખ ઉપડી ગયાની જાણ થતાં તેણીએ આ મામલે દિલ્હીના ત્રણ ઠગબાજો સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text