મોરબીના ગાંધીનગર ગામે ૨૫મીએ રામામંડળ

મોરબી : મોરબીના ગાંધીનગર ગામે આગામી તા. ૨૫ને ગુરુવારના રોજ ગૌશાળાના લાભાર્થે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીઠડાઈ ગૌ સેવા મંડળ દ્વારા રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજક માવજીભાઈ કકાસણીયા, વિપુલભાઈ કકાસણીયા, જયદીપ કકાસણીયા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.