ટંકારા : બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે સર્ટીફિકેટ કેમ્પ યોજાયો

- text


ટંકારા : એસ.એસ.એ. કચેરી મોરબી અને બી.આર.સી.ભવન ટંકારાના સંયુક્ત ઉપક્રમે ટંકારા ખાતે બી.આર.સી. ભવન ખાતે તારીખ 12 એપ્રિલના દિવસે દિવ્યાંગ બાળકો માટે સર્ટીફીકેટ કેમ્પ યોજાઈ ગયો. UDID અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલ દિવ્યાંગ બાળકો પૈકી MR કેટેગરીના બાળકો માટે સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારા તાલુકાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા MR કેટેગરીના કુલ 33 બાળકો પૈકી કુલ 28 બાળકો હાજર રહ્યા હતા. તમામ બાળકોની ડોક્ટરી તપાસ કરી સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. આ તમામ દિવ્યાંગ બાળકોના સર્ટીફીકેટ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી અગાઉથી જ બી.આર.સી. ભવન ટંકારા મારફત કરવામાં આવી હતી. તમામ બાળકોની તપાસ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાંથી ડો.દિવ્યાબેન ગોહેલ અને ડો.અલ્પાબેન મહેતા
તેમજ જિલ્લા આઇ.ઇ.ડી.કો ઓર્ડિનેટર પુરોહિત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. બી.આર.સી. કો’ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, સી.આર.સી. મિત્રો ભોરણિયા ભીખાલાલ, દેત્રોજા ભાવેશભાઈ, મોકાસણા આનંદભાઇ, ઘેટિયા નેહાબેન, આઈ.ઇ.ડી.બી.આર.પી. પન્નાબેન રાઠોડ તેમજ બી.આર.પી. પરેશભાઈ નમેરા, એમ.આઈ.એસ. હિતેશભાઈ તેમજ સાધનાબેન દ્વારા સમગ્ર કેમ્પને સફળ બનાવવા સયુંકત જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text