વાંકાનેરમાં દોઢ વર્ષના બાળકનું પાણીની કુંડીમાં પડી જતા મોત : રાજગોર પરિવારમાં કરૂણ કલ્પાંત

વાંકાનેરના પેડક વિસ્તારમાં ગત સાંજે એસબી કોમ્પ્યુટર વાળા શંકરભાઈનો પુત્ર નેત્ર શંકરભાઈ મઢવી ઉંમર વર્ષ 18 માસ વાળા બાળકનું કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પાણીના ટાંકામાં પડી જતા મરણ થયેલ છે.

આ રાજગોર બ્રાહ્મણ પરિવારમાં થોડા દિવસ પહેલાં જ આ બાળકના મોટા બાપુ ઇશ્વરભાઇનું નિધન થયેલ, ફક્ત ૧૫ દિવસમાં જ પરિવારના બે સભ્યોના મરણથી રાજગોર પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે.