મોરબીમાં કંપનીના રૂ. ૫૦ હજાર રોકડા અને બાઇક લઈને કર્મચારી છુમંતર

- text


 

મોરબી : મોરબીમા એક કર્મચારી કંપનીના રૂ. ૫૦ હજાર રોકડા અને બાઇક લઈને છુમંતર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમા નેશનલ હાઇવે પર આવેલ વાસુકી ટ્રેડિંગ પ્રા.લી.ની બ્રાન્ચમાં છેલ્લા ૮ માસથી દશરથ શ્રવણભાઈ રાઠોડ રહે.મૂળ ભીલડી ખોરખેડી તા. મલ્હારગઢ, મધ્યપ્રદેશ વાળો મજૂરી કામ કરતો હતો. ગત તા. ૮ના રોજ આ શખ્સ કોઈ પેઢીના પૈસા દેવા ગયો હતો. ત્યારે કંપનીના રૂ. ૫૦ હજાર રોકડા અને રૂ. ૨૦ હજારની કિંમતનું બાઇક અને રોજમેળ લઈને ગયેલો આ શખ્સ હજુ સુધી પરત આવ્યો નથી. જેથી આ મામલે કંપનીના પ્રોપરાઈટર જસમીનભાઈ બાલશંકરભાઈ માંકડ રહે. રાજકોટ વાળાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ સામે છેતરપીંડીનો ગુનો દાખલ કર્યો છે. હાલ બી ડીવિઝનના પીએસઆઇ એલ.બી. બગડાએ આ મામલે તપાસ ચલાવીને શખ્સની શોધખોળ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

- text