મોરબી : મેમણ ડેની ઉજવણી નિમિત્તે બાળકોને તાલીમી કીટનું વિતરણ

- text


મોરબી : ૧૧ એપ્રિલના દિવસે મેમણ- ડે મનાવવામાં આવે છે. આ દિવસે મોરબીમાં મેમણ જમાતના આગેવાનોએ મદરેસામાં તાલીમ લેતા બાળકોને શાળા કીટની ભેટ આપીને મેમણ ડેની ઉજવણી કરી હતી. મોરબી શહેરના કાલીકા પ્લોટમાં મેમણ સમાજ દ્વારા બનાવવામાં આવેલ મદરેસામાં ફૈજે મહમદમાં 35 બાળકો તાલીમ લઇ રહ્યા છે. જેમને મેમણ – ડે નિમિત્તે મેમણ સમાજના પ્રમુખ હાજી નુરમામદ ભાઈ કાસમાણી અને હાજી ફારૂકભાઈ કચ્છીના હસ્તે તાલીમ કીટ વિતરિત કરવામાં આવી હતી. મદરેશામાં તાલીમ લઇ રહેલા 35 બાળકોને શાળામાં ઉપયોગી બનતી ચીજવસ્તુઓની કીટ બનાવી દરેકને કીટ અર્પણ કરી હતી. આ પ્રસંગે મેમણ સમાજના યુવા કાર્યકરો હાજર રહ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text

 

 

- text