મોરબી : દુષ્કર્મના આરોપીને જેલ હવાલે કરાયો

- text


મોરબી : મોરબીની યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધી યુવતીને ગર્ભ રાખી દીધાની પોલીસ ફરિયાદ બી. ડીવીઝન પો.સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કર્યો હતો. કોર્ટે આરોપીને જેલહવાલે કર્યો છે.

મોરબીની રહેવાસી ૨૨ વર્ષની યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી જીવણ જયંતી બારૈયા (ઉ.વ.૨૬) નામનો યુવાન રહે. વીસીપરા સ્મશાન પાસે, એ ભોગ બનનાર યુવતી સાથે પરિચયમાં આવી તેની સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ ભોગ બનનાર યુવતીને પત્નીની જેમ રાખવા મૈત્રી કરારનો ભરોસો આપી અનેક વખત મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવતીને ગર્ભ રાખી દીધાની પોલીસ ફરિયાદ યુવતીએ નોંધાવી હતી. જે બનાવ મામલે બી. ડીવીઝન પોલીસે તપાસ ચલાવી હતી અને આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે કરાયો છે. દુષ્કર્મ કેસમાં ઝડપાયેલ આરોપી પરિણીત છે જેને બે સંતાનો પણ હોવાનું બી. ડીવીઝન પી.આઈ આઈ એમ કોઢિયાએ જણાવ્યું હતું.

- text

 

- text