મોરબી : ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની કેદ

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકાના નાનાભેલા ગામે મિત્રએ હાથ ઉછીના આપેલા રૂ.6 લાખ પરત આપવામાં મટે આપેલો ચેક રિટર્ન થયાનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે તેને દોષિત ઠેરવીને છ માસની કેદ ફટકારી રૂ.7.82 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા(મીં) તાલુકાના નાનાભેલાના ગામે રહેતા બચુભાઈ દેશાભાઈ ચાવડાએ સબંધના દાવે તેમના મિત્ર માળીયા(મીં) તાલુકાના વવાણીયા ગામે રહેતા અતુલભાઈ ઘેલાભાઈ ગજીયા પાસેથી ટુકડે ટુકડે હાથ ઉછીના રુ. ૬ લાખ લીધા હતા અને આ રકમ ચુકવવા માટે આરોપી બચુભાઈએ ફરીયાદીને રુ. ૬ લાખનો ચેક આપતા, ચેક અપુરતા ભંડોળના કારણે વણચુકવ્યો પરત થતા તેનો કેસ મોરબીના મહે. એડી. ચીફ જયુડી. મેજી. શ્રી આર.એમ. કલોતરા સાહેબની કોર્ટમાં ચાલી જતા, ફરીયાદીના વકીલ ચિરાગ કારિયાની દલીલો માન્ય રાખી આરોપી બચુભાઈને તકસીરવાન ઠરાવી છ માસની સાદી કેદનો અને વળતર પેટે ફરીયાદીને રુ. ૭ લાખ ૮૨ હજાર ચુકવવાનો હુકમ કર્યો છે.

- text

- text