મોરબી : એપાર્ટમેન્ટના સાતમા માળેથી નીચે પટકાતા આધેડ મહિલાનું મોત

- text


છેલ્લા દસ વરસથી માનસિક બીમારીની દવા ચાલી રહી હતી

મોરબી : મોરબીના ઉમિયા સર્કલ નજીક રહેતી આધેડ વયની મહિલા આજે તેના એપાર્ટમેન્ટના સાતમાં માળેથી નીચે પડી જતા તેનું કરુણ મોત નીપજ્યું છે. જે અંગે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલા હિમગીરી એપાર્ટમેન્ટમાં રહેતા કંચનબેન જીતુભાઈ પાડલીયા (ઉ.વ.૫૦) નામની મહિલા એપાર્ટમેન્ટના સાતમાં માળેથી નીચે પડી જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મહિલાએ સાતમાં માળેથી કુદીને આપઘાત કર્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આપઘાત કરનાર મહિલા ૧૦ વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય અને દવા પણ ચાલુ હોય જેથી બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

 

- text