મોરબી : હદપારીના ભંગ બદલ એક ઇસમને ઝડપી પાડતી બી.ડીવી પોલીસ

- text


મોરબી : લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિવિધ ગુન્હામાં હદપારી ભોગવતા શખ્સો અવારનવાર જિલ્લામાં પ્રવેશતા હોય તેને ચેક કરવાના ભાગ રૂપે ચાલતી કાર્યવાહીમાં મોરબી સીટી.બી.ડીવી.પોલીસે એક ઇસમને હદપારીનો ભંગ કરતા ઝડપી પાડ્યો છે.

બી.ડીવીના પો.ઇન્સ. આઈ એમ કોંઢિયાના માર્ગદર્શન હેઠળની ટિમ હદપારી ઇસમોના ચેકીંગ દરમ્યાન પો.હેડ.કોન્સ. પરેશભાઈ પરમાર, ક્રિપાલસિંહ ચાવડા, કિશોરદાન ગઢવી, પો.કોન્સ. વનરાજભાઈને હકીકત મળી હતી કે જુમાભાઈ ઉર્ફે સિકંદર સાજણભાઈ માજોઠી ઉં.વ. 27 રહે. કાન્તિનગર, જુબેદા મસ્જિદ પાસે, મોરબી તેના રહેણાંક મકાન પાસે આવેલ છે. હકીકતની ખરાઈ કરતા ઉપરોક્ત શખ્સ જુબેદા મસ્જિદ પાસેથી મળી આવતા જી.પી એક્ટ કલમ 142 મુજબ તેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text