મોરબીમાં કાળઝાળ ગરમીને કારણે એક સપ્તાહમાં 386 ઝાડા ઉલ્ટીના કેસ

- text


સતત ગગન ગોખેથી ફૂંકાતી અગન લુને કારણે ઝાડા ઉલ્ટીના કેસોમાં ઝડપભેર ઉછાળો

મોરબી : મોરબીમાં હાલ પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે જનજીવનને ભારે અસર પહોચી છે.લોકો ગરમીથી બચવા ઠંડા પીણાં અને આઈસ્ક્રીમનૉ સહારો લઈ રહયા છે.જોકે ઠંડા પીણાંમાં વપરાતા બરફને કારણે પાણી જન્ય બીમારી પણ વધી છે. જેના કારણે જાડા ઉલટી કેસ વધ્યા છે. ગત એક સપ્તાહમાં 386 જેટલા કેસ સામે આવ્યા છે.

સમગ્ર સૌરાષ્ટ્રની સાથે મોરબી જાણે અગનભઠ્ઠીમાં શેકાય રહ્યું હોય તેમ સતત આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય એવી સ્થિતિ સર્જાઈ છે.અને ગરમ લૂ નું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. જોકે સરકારી ચોપડે નોધણી થઈ ન હતી.ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે જનજીવનને ભારે અસર પડી રહી છે. છેલ્લા કેટલાક સપ્તાહથી મોરબીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધી જતા લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાં અને આઈસ્ક્રીમ કે કેન્ડીનૉ સહારો લઈ રહયા છે.જોકે કેટલાક વેપારીઓ દ્વારા ઠંડા પીણાંમાં હલકી ગુણવત્તાનો બરફ વાપરતા હોવાથી પાણી જન્ય બીમારીનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ તે જ ગરમીને કારણે પણ ઋતુજન્ય બીમારીનું પ્રમાણ વધ્યું છે.મોરબી જિલ્લામાં એક સપ્તાહમાં 386 જેટલા જાડા ઉલ્ટીના કેસ નોંધાયા હતા.જોકે હિટ સ્ટ્રોકનાં એક પણ કેસ નોંધાયા ન હતા.હાલ ગરમીને હોસ્પિટલમાં દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે.

- text

ત્યારે ગરમીમાં શુ કાળજી લેવી તે અંગે મોરબી જિલ્લા આરોગ્ય શાખાના ડો.સી.એલ વારેવડીયાએ જણાવ્યું હતું કે
ઉનાળામાં વધુને વધુ પાણી પીવું,સુતરાઉ કાપડ પહેરવા,બપોરના સમયે જરૂર પડે તો જ બહાર નીકળવું,બહારથી આવી તરત જ ન નહાવું નહિ,ખુલ્લામાં પાણી ન પીવું કે ખુલ્લો ખોરાક ન ખાવો,બને ત્યાં સુધી જરૂરી ન હોય કે તબીયત બરાબર ન હોય તો ઉપવાસ કરવાનું ટાળવું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text