મોરબી : નરસંગ ટેકરી મંદિરે નિઃશુલ્ક ફિજીયોથેરાપીસ્ટ કેમ્પનું આયોજન

- text


શરીરના દરેક દુઃખાવા સહિત લકવો, સાયનસ, માઈગ્રેન તેમજ ફ્રેક્ચર પછીની કસરતની વિનામૂલ્યે સારવાર

મોરબી : ખાનપાનની ખોટી આદતો અને અનિયમિત જીવનશૈલીને કારણે એવો સમય આવી ગયો છે કે શરીરમાં આંગળી અડાડો એ જગ્યાએ દુઃખાવો થાય. દુઃખાવો દૂર કરવા માટે લોકો આડેધડ રીતે પેઇનકિલર દવાઓનો ઉપીયોગ કરે છે. જે આગળ જતાં શરીરમાં ખુબજ સાઈડ ઈફેક્ટ નોતરે છે.

આવા વિવિધ પ્રકારના શારીરિક દુઃખાવાને દૂર કરવા માટે ફિજીઓથેરાપિસ્ટની સારવાર ખાસ અસરકારક નીવડે છે. મોરબીના રવાપર રોડ ખાતે આવેલા નરસંગ ટેકરી મંદિરે તારીખ 21/04/2019ને રવિવારે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી એક ફિજીઓથેરાપીસ્ટ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ઘૂંટનનો દુઃખાવો, કમર, ગરદન, નસો, કોણી, થાપાનો દુઃખાવો તેમજ હાથ, પગ અને મો પરનો લકવો (પેરાલીસીસ), સાયનસ, માઈગ્રેન (માથાનો દુઃખાવો), સ્પોર્ટ્સ ઇન્જરી, ફ્રેક્ચર પછીની કસરતો, સાંધા બદલાવ્યા પછીની કસરતો અને ફિટનેસ માટેની કસરતો માટે વિનામૂલ્યે સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લેવા આયોજકો તરફથી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text